મધ્ય પૂર્વમાં વધી રહેલા સૈન્ય તણાવ વચ્ચે ઈરાને સંયુક્ત આરબ અમીરાત (UAE)ના બે મહત્વપૂર્ણ એરપોર્ટને નિશાન બનાવ્યા. દુબઈ અને અબુ ધાબી ખાતે થયેલા ડ્રોન હુમલાઓએ એરપોર્ટની કામગીરીમાં મોટો વિક્ષેપ ઊભો કર્યો છે. હુમલામાં મોટું નુકસાન ટળ્યું હોવા છતાં માનવીય નુકસાન અને ફ્લાઇટ કામગીરી પર મોટી અસર પડી છે.

એરપોર્ટ નજીક એક ઈરાની ડ્રોનને સુરક્ષા

અબુ ધાબીના ઝાયેદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક એક ઈરાની ડ્રોનને સુરક્ષા દળોએ હવામાં જ અટકાવ્યો હતો. પરંતુ ડ્રોનનો કાટમાળ નીચે પડતા એક વ્યક્તિનું મોત થયું હતું અને સાત લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં કેટલાક એરપોર્ટ સ્ટાફ અને આસપાસના લોકોનો સમાવેશ થાય છે. આ ઘટના બાદ સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો.

એરપોર્ટ નજીક પણ એક ડ્રોન

દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક પણ એક ડ્રોન હુમલો નોંધાયો હતો. હુમલા બાદ એરપોર્ટની નજીક આકાશમાં કાળા ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. કાટમાળ પડતાં એરપોર્ટના એક ટર્મિનલને થોડું નુકસાન થયું હતું અને ચાર કર્મચારીઓ ઘાયલ થયા હતા. જોકે આગ અથવા મોટા વિસ્ફોટ જેવી ઘટના બનતા પહેલા જ સુરક્ષા દળોએ પરિસ્થિતિ કાબૂમાં લઈ લીધી હતી.

ફ્લાઇટ કામગીરી તાત્કાલિક બંધ

આ હુમલાઓને કારણે બંને એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરી તાત્કાલિક બંધ કરવી પડી હતી. સુરક્ષા કારણોસર ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી અને કેટલીક ફ્લાઇટ્સને અન્ય એરપોર્ટ તરફ વાળી દેવામાં આવી હતી. ઘણા વિમાનોને હવામાં ચક્કર લગાવવાની ફરજ પડી હતી. હાલ ફ્લાઇટ્સ સરેરાશ 60 થી 90 મિનિટ સુધી મોડું ચાલી રહી છે.

કારણોસર ઘણી ફ્લાઇટ્સ રદ અથવા ફરીથી શેડ્યૂલ

એરલાઇન્સ કંપનીઓએ પણ સુરક્ષા કારણોસર ઘણી ફ્લાઇટ્સ રદ અથવા ફરીથી શેડ્યૂલ કરી છે. ખાસ કરીને Emirates અને Etihad જેવી મોટી એરલાઇન્સે અનેક ફ્લાઇટ્સ તાત્કાલિક બંધ કરી હતી. હજારો મુસાફરો એરપોર્ટ પર અટવાઈ ગયા હતા અને તેમને લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી.

 એરપોર્ટ સુધી સીમિત રહ્યો નહોતો

હુમલાનો પ્રભાવ માત્ર એરપોર્ટ સુધી સીમિત રહ્યો નહોતો. અબુ ધાબીના Etihad Towers નજીક રહેણાંક વિસ્તારમાં ડ્રોનનો કાટમાળ પડ્યો હતો. તેમાં એક મહિલા અને એક બાળક ઘાયલ થયા હતા. દુબઈના પ્રખ્યાત Burj Al Arab નજીક પણ નાની આગ લાગી હતી, જેને તાત્કાલિક કાબૂમાં લઈ લેવામાં આવી હતી.

સાત મોટા એરપોર્ટ પર 27,700 થી વધુ ફ્લાઇટ્સ રદ

અહેવાલો મુજબ 28 ફેબ્રુઆરીથી મધ્ય પૂર્વના સાત મોટા એરપોર્ટ પર 27,700 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આ એરપોર્ટમાં દુબઈ ઇન્ટરનેશનલ, અબુ ધાબી ઝાયેદ ઇન્ટરનેશનલ, દોહા હમાદ ઇન્ટરનેશનલ, શારજાહ, કુવૈત અને બહેરીન જેવા એરપોર્ટનો સમાવેશ થાય છે. કુલ મળીને 51,600 થી વધુ ફ્લાઇટ્સ પર અસર પડી છે. કોરોનાવાયરસ મહામારી પછી હવાઈ મુસાફરીમાં આ સૌથી મોટો વિક્ષેપ ગણાઈ રહ્યો છે. માત્ર UAEમાં જ લગભગ 20,000 થી વધુ મુસાફરો કોઈપણ સમયે ફ્લાઇટ રદ થવા અથવા મોડું થવાને કારણે પ્રભાવિત થઈ રહ્યા છે.

 સુનિશ્ચિત ફ્લાઇટ્સ સ્થગિત

હાલમાં સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થવા લાગી છે. UAEના એરપોર્ટ પર મર્યાદિત સંખ્યામાં ફ્લાઇટ્સ ફરી શરૂ કરવામાં આવી છે. Emirates એરલાઇન્સે 7 માર્ચની રાત્રે 11:59 વાગ્યા સુધી તમામ સુનિશ્ચિત ફ્લાઇટ્સ સ્થગિત કરી હતી. જ્યારે Etihad એરલાઇન્સે મુસાફરોને 31 માર્ચ સુધી વધારાની ફી વિના ટિકિટ ફરીથી બુક કરવાની છૂટ આપી છે. સત્તાવાળાઓએ લોકોને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી સાવચેત રહેવા અને માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ કરવા અપીલ કરી છે. હાલ સુરક્ષા દળો સમગ્ર વિસ્તાર પર કડક નજર રાખી રહ્યા છે.

આ પણ વાંચો : India power demand : ઉનાળામાં વીજળીની માંગ 270 ગીગાવોટ સુધી પહોંચવાની શક્યતા