મધ્ય પૂર્વમાં હાલ પરિસ્થિતિ ખૂબ જ સંવેદનશીલ બની ગઈ છે. ઈરાનના વરિષ્ઠ નેતા Ali Larijaniએ અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trumpને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે ઈરાન તેના સર્વોચ્ચ નેતા Ali Khameneiની હત્યાનો બદલો જરૂર લેશે અને ટ્રમ્પને તેની કિંમત ચૂકવવી પડશે.
આ સંઘર્ષ ટૂંક સમયમાં પૂરો
એક ઇન્ટ્રવ્યુ પર વાત કરતા જણાવ્યું કે આ સંઘર્ષ ટૂંક સમયમાં પૂરો થવાનો નથી. તેમના જણાવ્યા મુજબ, ટ્રમ્પે ઈરાનની પ્રતિક્રિયાનો ખોટો અંદાજ લગાવ્યો છે. તેમણે આરોપ મૂક્યો કે અમેરિકાએ વિચાર્યું હતું કે ઈરાન પર દબાણ કરીને ઝડપથી પરિસ્થિતિ કાબૂમાં લઈ શકાય, પરંતુ હાલની સ્થિતિ અમેરિકા માટે જ મુશ્કેલ બની રહી છે.
બદલો લીધા વગર શાંતિથી બેસશે નહીં
લારીજાનીએ વધુમાં કહ્યું કે ઈરાન તેના નેતાના લોહીનો બદલો લીધા વગર શાંતિથી બેસશે નહીં. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ પોસ્ટ કરીને પોતાની ચેતવણી ફરી એકવાર સ્પષ્ટ કરી. તેમની પોસ્ટમાં લખ્યું હતું કે “જ્યાં સુધી અમે અમારા નેતાની હત્યાનો બદલો નહીં લઈએ, ત્યાં સુધી અમે પીછેહઠ નહીં કરીએ.”
તમામ ધમકીઓને ફગાવી દીધી
બીજી તરફ, ટ્રમ્પે આ તમામ ધમકીઓને ફગાવી દીધી છે. તેમણે જણાવ્યું કે તેમને ઈરાની નેતાઓના નિવેદનોની કોઈ ચિંતા નથી. ટ્રમ્પના કહેવા મુજબ, ઈરાન પહેલેથી જ નબળું પડી રહ્યું છે અને અમેરિકા તેની લશ્કરી કાર્યવાહી ચાલુ રાખશે. તેમણે તો ઈરાનને બિનશરતી શરણાગતિ સ્વીકારવાની પણ માંગ કરી છે.
પડોશી દેશોને સંદેશ
આ પરિસ્થિતિ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ Masoud Pezeshkianએ પડોશી દેશોને સંદેશ આપ્યો કે ઈરાન કોઈપણ દેશ પર પહેલા હુમલો નહીં કરે. તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાન માત્ર પોતાના બચાવ માટે અને અમેરિકી લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યું છે. તેમના જણાવ્યા મુજબ, ગલ્ફ દેશોને ચિંતા કરવાની જરૂર નથી જો તેઓ ઈરાન વિરુદ્ધ કોઈ પગલું નહીં ભરે. આ સમગ્ર ઘટનાક્રમ ત્યારે શરૂ થયો જ્યારે અમેરિકા અને Israelએ સંયુક્ત કાર્યવાહી કરીને ઈરાન પર હુમલો કર્યો હતો. ઈરાનના મિસાઇલ અને ડ્રોન હુમલાઓ પછી સમગ્ર મધ્ય પૂર્વમાં તણાવ વધી ગયો છે. ઘણા ગલ્ફ દેશોએ હાઈ અલર્ટ જાહેર કરી દીધું છે.
પરિસ્થિતિ સંપૂર્ણ યુદ્ધમાં ફેરવાઈ શકે
વિશ્લેષકોનું માનવું છે કે જો બંને દેશો વચ્ચે સંવાદ શરૂ નહીં થાય તો પરિસ્થિતિ સંપૂર્ણ યુદ્ધમાં ફેરવાઈ શકે છે. હાલમાં બંને તરફથી કડક નિવેદનો આવી રહ્યા છે, જેનાથી આંતરરાષ્ટ્રીય સમુદાયમાં પણ ચિંતા વધી છે. આગામી દિવસોમાં મધ્ય પૂર્વની પરિસ્થિતિ કઈ દિશામાં વળશે તે જોવાનું રહેશે. પરંતુ હાલના સંકેતો સૂચવે છે કે તણાવ ઓછો થવાનો નથી.
આ પણ વાંચો : Israel Iran War : હવાઈ સંરક્ષણને પહેલા તોડવાની અમેરિકાની ખાસ રણનીતિ !