ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે મિડલ ઈસ્ટમાં તણાવ ફરી એક વખત ચરમસીમાએ પહોંચી ગયો છે. ઈઝરાયેલે મંગળવારે દક્ષિણ લેબનાનમાં વધુ સૈનિકો મોકલ્યા અને 80થી વધુ ગામના રહેવાસીઓને તાત્કાલિક ખાલી કરવાનો આદેશ આપ્યો છે. ત્યારે ઈરાન સમર્થિત હિઝબુલ્લાહએ સ્પષ્ટ કહ્યું કે તે ઈઝરાયેલની સાથે યુદ્ધ કરવા માટે તૈયાર છે.

52 લોકોના મોત થયા

હિઝબુલ્લાહએ ઉત્તર ઉઝરાયેલ તરફથી રોકેટ અને ડ્રોન છોડ્યા છે. તેના જવાબમાં ઈઝરાયેલે લેબનાનમાં મોટા હવાઈ હુમલા કર્યા છે. જેમાં 52 લોકોના મોત થયા છે અને 150થી વધુ લોકો ઘાયલ થયા છે તથા હજારો લોકોને પોતાનું ઘર છોડવું પડ્યું છે. હિઝબુલ્લાહએ મંગળવારે સવાર કહ્યું કે તેને ઉત્તરી ઈઝરાયેલ તરફ બે વખત રોકેટ છોડ્યા છે. ઈઝરાયેલી હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના ટીવી અને રેડિયો સ્ટેશન ભવનને પણ નુકસાન પહોંચ્યું છે.

80થી વધુ ગામના લોકોને તાત્કાલિક વિસ્તાર છોડવા ચેતવણી

બપોરે બેરૂતના દક્ષિણ વિસ્તારમાં કોઈ પૂર્વ ચેતવણ વગર ઘણા હુમલા કરવામાં આવ્યા છે. ઈઝરાયેલી સેનાએ ત્યારબાદ કહ્યું કે તેને હિઝબુલ્લાહના અધિકારીઓને નિશાનો બનાવ્યા છે. ઝરાયેલી સેનાના પ્રવક્તાએ 80થી વધુ ગામના લોકોને તાત્કાલિક વિસ્તાર છોડવા માટે ચેતવણી આપી છે અને આગામી સૂચના સુધી પરત ના ફરવા માટે કહ્યું છે. લેબનાનના રાષ્ટ્રપતિ જોસેફ ઔને સાઉદી અરબ, કતાર, અમેરિકા, ફ્રાન્સ અને રશિયાના રાજદૂતોને કહ્યું કે હિઝબુલ્લાહ લિટાની નદીના ઉત્તરથી રોકેટ છોડી રહ્યું છે. સરકારનો દાવો છે કે લિટાની નદીની દક્ષિણે હિઝબુલ્લાહને નિઃશસ્ત્ર કરવામાં આવ્યું છે અને લેબનાની સેના ત્યાં સંપૂર્ણ નિયંત્રણ ધરાવે છે.

આ પણ વાંચો : Knowledge: સાઉદી અરેબિયામાં પ્રથમ તેલનો કૂવો ક્યારે મળ્યો, જાણો શું છે ઇતિહાસ?