આ હવાઇ હુમલો બકરીદ પહેલા થયો હતો અને ઘણા અન્ય લોકો પણ મોતને ભેટ્યા હતા.

નવા લશ્કરી વડાને બનાવ્યા નિશાન

ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, ઇઝરાયલે એક મહત્વપૂર્ણ દાવો કર્યો છે. ઇઝરાયલ સંરક્ષણ દળોએ હમાસના લશ્કરી પાંખના નવા નેતાને મારી નાખ્યા છે. ગાઝા શહેરમાં હવાઈ હુમલામાં હમાસના નવા લશ્કરી વડા મોહમ્મદ ઓદેહને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે બુધવારે આ જાહેરાત કરી હતી. ઇઝરાયલ કાત્ઝે 7 ઓક્ટોબર, 2023 ના હુમલાના મુખ્ય સૂત્રધારોમાંના એક મોહમ્મદ ઓદેહને ગણાવ્યા હતા.

નેતન્યાહૂ દર્શાવવા માંગે છે કડક વલણ

તેમણે કહ્યું કે તે હુમલાઓ પછી ઇઝરાયલે ચોથી વખત હમાસના લશ્કરી પાંખના વડાને મારી નાખવાનો દાવો કર્યો છે. તેમણે X પર લખ્યું, અમે 7 ઓક્ટોબરના હત્યાકાંડનું નેતૃત્વ કરનાર દરેકને ખતમ કરવા માટે કટિબદ્ધ છીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઇઝરાયલ ખાતરી કરશે કે ગાઝામાં હમાસનું નાગરિક કે લશ્કરી શાસન ન હોય. ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ ચેતવણી આપી છે કે, 7 ઓક્ટોબર 2023ના હુમલામાં સામેલ કોઈપણને નિશાન બનાવવામાં આવશે. નેતન્યાહૂ ચૂંટણીની તૈયારીઓ વચ્ચે કડક વલણ દર્શાવવા માંગે છે.

સૈનિકો સામેની ધમકીઓનો બદલો

ઇઝરાયલ દાવો કરે છે કે તેના હુમલાઓ હમાસના યુદ્ધવિરામ ઉલ્લંઘન અને સૈનિકો સામેની ધમકીઓનો બદલો છે. જોકે, પેલેસ્ટિનિયન અધિકારીઓનું કહેવું છે કે જાનહાનિમાં નોંધપાત્ર સંખ્યામાં નાગરિકોનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી દરમિયાન ગાઝામાં ચાર ઇઝરાયલી સૈનિકોના મોતની પુષ્ટિ પણ થઈ છે. હમાસના હુમલાઓ બાદ ઇઝરાયલે ગાઝામાં એક મોટી લશ્કરી કાર્યવાહી શરૂ કરી હતી. તે હુમલાઓમાં આશરે 1,200 લોકો માર્યા ગયા હતા, જ્યારે 251 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ સોનાની શોધમાં સાત લોકો ગુફામાં પ્રવેશ્યા, અચાનક આવ્યુ પૂર, અઠવાડિયા બાદ શુ જોવા મળ્યુ?, જાણો