ઇટલીમાં મોટી સંખ્યામાં ફિલિસ્તીનના સમર્થનમાં પ્રદર્શન થઈ રહ્યા છે. આ પ્રદર્શન ટ્રેડ યુનિયનો દ્વારા બોલાવવામાં આવેલી 24 કલાકની હડતાળનો ભાગ હતો, જેના કારણે દેશભરમાં ટ્રેન અને બસ સહિત જનજીવનની દરેક વસ્તુ પર અસર પહોંચી છે. આ દરમિયાન હજારો લોકો રસ્તા પર ઉતર્યા અને પોલીસે તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો તો અથડામણો પણ થઈ.


80થી વધુ શહેરમાં થયા પ્રદર્શન

આ પ્રદર્શન દેશના 80થી વધુ શહેરોમાં થયા જેમાં રોમ, મિલાન, નેપલ્સ જેવા મોટા શહેરો સામેલ હતા. લોકો “ફ્રી ફિલિસ્તીન” અને “લેટ્સ બ્લોક એવરિથિંગ” જેવા નારા લગાવતા જોવા મળ્યા. રસ્તાઓ રોકવામાં આવ્યા, પોર્ટ બંધ કરવામાં આવ્યા અને સ્કૂલો તથા યુનિવર્સિટીઓ બંધ રહી. પોલીસ સાથે અથડામણ દરમિયાન હિંસા પણ થઈ. વડાપ્રધાન મેલોનીએ આ હિંસાની નિંદા કરી છે.

પ્રદર્શનકારીઓએ ધ્વજ સળગાવ્યા

પ્રદર્શનકારોએ ખાસ કરીને મિલાન સેન્ટ્રલ સ્ટેશન પર ભારે તોડફોડ કરી. બારીઓ તોડી નાખવામાં આવી અને ધ્વજ પણ સળગાવવામાં આવ્યા. પોલીસે હજારો લોકો પર કાબૂ મેળવવા માટે ટીયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો. નેપલ્સમાં પણ રેલવે સ્ટેશન પર અથડામણો થઈ. બોલોનિયામાં મોટરવે બ્લોક કર્યા પછી વોટર કેનન ચલાવવાની ફરજ પડી.

60થી વધુ પોલીસ કર્મીઓ થયા ઘાયલ

આ અથડામણોમાં 60થી વધુ પોલીસકર્મી ઘાયલ થયા. જ્યારે મિલાનમાં પોલીસે 10થી વધુ લોકોને ધરપકડ કરી. જો કે, ઇટલીએ આ મહિનાની શરૂઆતમાં સંયુક્ત રાષ્ટ્રમાં ફિલિસ્તીનને અલગ રાષ્ટ્ર તરીકે માન્યતા આપવા માટે વોટિંગમાં સમર્થન આપ્યું હતું. પરંતુ હવે વડાપ્રધાન મેલોનીએ ફિલિસ્તીનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાનો વિરોધ કર્યો છે.

ફિલિસ્તીનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાનો નિર્ણય

હકીકતમાં, ઇટલીમાં મોટી સંખ્યામાં લોકો ફિલિસ્તીનને સ્વતંત્ર રાષ્ટ્રનો દરજ્જો આપવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. પરંતુ વડાપ્રધાન મેલોની સતત તેનો ઇનકાર કરી રહી છે, જેના કારણે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રમાં ફ્રાંસ, બ્રિટન અને કેનેડા જેવા દેશોએ પણ ફિલિસ્તીનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાનો નિર્ણય કર્યો છે.

મેલોનીનુ આ બાબતે શું કહેવું છે?

ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ફિલિસ્તીનને સ્વતંત્ર રાષ્ટ્રના રૂપમાં માન્યતા આપવાની માગ પર સ્પષ્ટ રૂપથી વિરોધ જતાવ્યો છે. 22 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ફ્રાન્સ અને સાઉદી અરબની સહ-અધ્યક્ષતામાં શિખર સંમેલન બાદ જ્યારે ફ્રાન્સ, બ્રિટેન, કેનેડા અને બેલ્ઝિયમ જેવા અનેક યુરોપીય દેશોએ ફિલિસ્તીનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા દેવાનું એલાન કર્યુ તો મેલોનીએ તેને અયોગ્ય ગણાવ્યુ.


  • Follow us on: