જાપાન સરકાર અને હવામાન વિભાગ દ્વારા દેશમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

ઘરમાં ઇમરજન્સી જથ્થો રાખવાની સલાહ

સંભવિત આપત્તિને ધ્યાનમાં રાખીને સરકારે નાગરિકોને ખાસ આદેશ આપ્યો છે કે દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં દરરોજ દીઠ ઓછામાં ઓછું 3 લીટર પીવાનું શુદ્ધ પાણીનો સંગ્રહ કરવો જોઈએ. આ ઉપરાંત, ઓછામાં ઓછા 3 થી લઈને 7 દિવસ સુધી ચાલે તેટલો અનાજ, સૂકો ખોરાક અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો ઘરમાં અગાઉથી જ સુરક્ષિત રાખવા માટે જણાવાયું છે.

વીજળી, પાણી અને ગેસ પુરવઠો થઈ શકે ઠપ

સરકાર દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ મોટી કુદરતી આફત ત્રાટકે છે, તો તેના કારણે વીજળીનો પુરવઠો, પીવાનું પાણી અને ગેસની લાઈનો સંપૂર્ણપણે બંધ થઈ શકે છે. આટલું જ નહીં, કટોકટીની સ્થિતિમાં રોડ-રસ્તાઓ બ્લોક થવા અથવા સુરક્ષા કારણોસર સ્થાનિક બજારો અને દુકાનો પણ લાંબા સમય સુધી બંધ રહેવાની પૂરી સંભાવના છે. 

સ્થાનિકોને સતર્ક રહેવા અપીલ 

આવી વિકટ પરિસ્થિતિમાં લોકોને ખાવા-પીવાની મુશ્કેલી ન પડે તે માટે અગાઉથી જ સાવચેતી રાખવા પર ભાર મૂકવામાં આવ્યો છે. જાપાનમાં ભૂકંપ અને સુનામી જેવી કુદરતી આફતોનો ઇતિહાસ રહ્યો છે, ત્યારે સરકારે નાગરિકોને અફવાથી દૂર રહીને તંત્રની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા અને ઇમરજન્સી કિટ તૈયાર રાખવા માટે અનુરોધ કર્યો છે.

આ પણ વાંચોઃ રશિયા અને યુક્રેન વચ્ચે ઓલેશ્કીમાં સીઝફાયર, માનવતાવાદી મિશન શરૂ, જાણો કેવો છે માહોલ?