અમેરિકા રશિયા સાથેના તણાવપૂર્ણ સંબંધો માટે જાણીતું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર ટેરિફ વધારશે. પરંતુ ભારતને ધમકી આપનાર અમેરિકા પોતે રશિયા પાસેથી આયાત કરે છે. યુક્રેન-રશિયા યુદ્ધ અને પશ્ચિમી પ્રતિબંધો છતાં, બંને દેશો વચ્ચે વેપાર ચાલુ રહે છે. 


અમેરિકા અને રશિયા વચ્ચે કેટલો વેપાર થયો?

યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવના ડેટા મુજબ, 2024માં અમેરિકા અને રશિયા વચ્ચેનો વેપાર 30 હજાર કરોડ રૂપિયાથી વધુનો હતો. અમેરિકાએ રશિયાથી લગભગ 25 હજાર કરોડ રૂપિયાનો માલ આયાત કર્યો હતો, જ્યારે 4,600 કરોડ રૂપિયાનો માલ નિકાસ કર્યો હતો. વર્ષ 2023માં અમેરિકાએ રશિયાને $600 મિલિયનથી વધુની નિકાસ કરી હતી અને 2023માં, અમેરિકાએ રશિયાથી $4.5 બિલિયનનો માલ આયાત કર્યો હતો. આ વેપાર 2025 ની શરૂઆતમાં પણ ચાલુ રહ્યો. જાન્યુઆરીમાં, અમેરિકાએ રશિયા પાસેથી $196 મિલિયનનો માલ ખરીદ્યો હતો અને માર્ચમાં, તેણે $523 મિલિયનનો માલ ખરીદ્યો હતો.

અમેરિકા શું ખરીદે છે?

ખનિજો અને ધાતુઓ

રશિયા અમેરિકામાં વિવિધ ખનિજો અને ધાતુઓ આયાત કરે છે જેમ કે યુરેનિયમ જે અમેરિકાના પરમાણુ પાવર પ્લાન્ટ માટે મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત, નિકલ, પેલેડિયમ અને ટાઇટેનિયમ જેવી અન્ય ધાતુઓ પણ આયાત કરવામાં આવે છે.

ખાતરો

રશિયા વિશ્વના અગ્રણી ખાતર ઉત્પાદકોમાંનું એક છે અને યુએસ રશિયા પાસેથી નાઇટ્રોજન અને પોટાશ આધારિત ખાતરોની આયાત કરે છે જે કૃષિ માટે મહત્વપૂર્ણ છે.

રાસાયણિક ઉત્પાદનો

કેટલાક રાસાયણિક અને ઔદ્યોગિક ઉત્પાદનો, જેમ કે એમોનિયા અને અન્ય રાસાયણિક સંયોજનો, રશિયાથી યુનાઇટેડ સ્ટેટ્સમાં પણ નિકાસ કરવામાં આવે છે.

ભારત-રશિયા સંબંધો સામે અમેરિકાને શું વાંધો છે?

અમેરિકા એવું ઈચ્છે છે કે રશિયા પાસેથી ભારત તેલ ખરીદવાનું બંધ કરી દે. અમેરિકા અને તેના સાથી દેશો રશિયાના યુદ્ધ અર્થતંત્રને નબળું પાડવા માટે તેલ અને ગેસના વેચાણ પર રોક લગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

ભારત રશિયા પાસેથી શું ખરીદે છે?

 ભારતનો સૌથી મોટો ઓઈલ સપ્લાયર રશિયા છે. ભારતની કુલ આયાતના લગભગ 38-40 ટકા રશિયા સપ્લાય કરે છે. રશિયા પાસેથી ભારતન કોલસો પણ આયાત કરે છે. ભારતે 2023માં રશિયા પાસેથી થર્મલ કોલસો લગભગ 10.06 મિલિયન મેટ્રિક ટન જેટલો આયાત કર્યો હતો. છેલ્લા બે દાયકામાં ભારતે રશિયા પાસેથી લગભગ $40 બિલિયનના શસ્ત્રો ખરીદ્યા છે. રશિયા ભારતને રાસાયણિક ખાતરો (જેમ કે યુરિયા અને અન્ય નાઇટ્રોજન આધારિત ખાતરો) સપ્લાય કરે છે, જે ભારતના કૃષિ ક્ષેત્ર માટે જરૂરી છે.


  • Follow us on: