તારિક રહેમાન એવા પરિવારમાંથી આવે છે જ્યાં દશકો સુધી બાંગ્લાદેશની દશા-દિશા અને સત્તા બદલતી જોવા મળી છે.
રાજનૈતિક વિરાસતનું મજબૂત પ્રતીક
તારિક રહેમાનનો પરિવાર બાંગ્લાદેશમાં રાજનૈતિક વિરાસતનું મજબૂત પ્રતીક છે. તેમના પિતા રાષ્ટ્રપતિ હતા. અને માતાએ બે વખત પીએમ તરીકે કમાન સંભાળી હતી. તારિક રહેમાન પોતે બીએનપીના મજબૂત નેતા ગણવામાં આવે છે. આ પરિવારનું નામ આજે પણ ચૂંટણી, સત્તા, અને રાજનૈતિક ચર્ચાઓ દરમિયાન કેન્દ્રમાં રહે છે.
પિતા જિયાઉર રહેમાન હતા શક્તિશાળી નેતા
તારિક રહેમાનના પિતા જિયાઉર રહેમાન બાંગ્લાદેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હતા. બાંગ્લાદેશની આઝાદી બાદ સૌથી શક્તિશાળી નેતા તરીકે તેઓએ પોતાની છાપ છોડી છે. તેઓએ દેશમાં લોકતંત્રને મજબૂત કર્યુ હતુ. અને સામાન્ય જનતા વચ્ચે પોતાની ઓળખ મજબૂત કરી હતી. જિયાઉર રહેમાને બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીની સ્થાપના કરી હતી. જે આજે પણ બાંગ્લાદેશની મજબૂત પાર્ટીઓમાં આવે છે. 1981માં તેમની હત્યા કરાઇ હતી. જે બાદ આ પરિવાર વધુ ચર્ચામાં આવ્યો હતો.
માતા ખાલિદા જિયાનો પણ હતો દબદબો
જિયાઉર રહેમાનની મોત બાદ સત્તાનું સુકાન તેમની પત્ની ખાલિદા જિયાને અપાયુ હતુ. ખાલિદા જિયા બાંગ્લાદેશની પ્રથમ મહિલા પીએમ બન્યા હતા. અને બે વખત દેશના પીએમ તરીકે ફરજ બજાવી હતી. તેઓએ લાંબા સમય સુધી BNPનું નેતૃત્ત્વ કર્યુ હતુ. અને સાથે જ શેખ હસીના સાથે તેમની ખેંચતાણ પણ ચર્ચાનો વિષય બની હતી. ખાલિદા જિયાના અવસાન બાદ પણ તેમનુ નામ રાજનીતિમાં સન્માન સાથે લેવામાં આવે છે.
નાના ભાઇ આરાફાત રહેમાન રાજનીતિથી દૂર
તારિક રહેમાનના નાના ભાઇ આરાફાત રહેમાન કોકો રાજનીતિથી દૂર રહ્યા છે. તેઓ રમત અને સામાજિક ગતિવિધિઓમાં સક્રિય જોવા મળ્યા હતા. બાંગ્લાદેશ ફૂટબોલ સાથે પણ તેમનું નામ જોડાયેલુ છે. 2015માં મલેશિયામાં તેમનું નિધન થયુ હતુ.
પત્ની ઝુબૈદા રહેમાન છે તબીબ
તારિક રહેમાનની પત્ની ઝુબૈદા રહેમાન વ્યવસાયે તબીબ છે. તેઓ પણ રાજનીતિથી દૂર રહે છે. અને સાર્વજનિક મંચ પર તેઓ વધુ જોવા મળતા નથી. તેમનો સંબંધ સન્માનિત પરિવાર સાથે છે.
પુત્રી જૈમા રહેમાન રિસર્ચ ક્ષેત્ર સાથે જોડાયેલી
તારિક રહેમાનની પુત્રી જૈમાએ ઉચ્ચ અભ્યાસ કર્યો છે. તે રિસર્ચ અને એકેડમી ક્ષેત્ર સાથે જોડાયેલી છે. તેઓ પણ રાજનીતિથી દૂર છે. પરંતુ યુવા વર્ગમાં તેમના નામની ચર્ચા કરાય છે. તારિક રહેમાનનો પરિવાર રાજનીતિની સાથે વિવિધ ક્ષેત્રમાં પણ કાર્યરત જોવા મળે છે. વર્ષોથી જોવા મળતો દબદબો હજુપણ કાયમ છે.
આ પણ વાંચોઃ Bangladesh Election Result 2026: અમેરિકા અને પાકિસ્તાનનુ Tarique Rahman સાથે સક્રિય જોડાણ બાદ ચિત્ર બદલાયુ
