અમેરિકાના ટેક્સાસ રાજ્યના ગવર્નરે અમેરિકા ફર્સ્ટની નીતિને પ્રાધાન્ય આપતા એક મોટો આદેશ જાહેર કર્યો છે. આ નિર્ણય હેઠળ, ટેક્સાસની તમામ સરકારી એજન્સીઓ અને પબ્લિક યુનિવર્સિટીઓમાં મે 2027 સુધી નવા H-1B વિઝા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન આ સંસ્થાઓ વિદેશી કામદારોને હાયર કરી શકશે નહીં.

ભારત પર તેની અસર કેટલી?

નિષ્ણાતોના મતે, આ સમાચાર ભલે ચિંતાજનક લાગે, પરંતુ તેની વાસ્તવિક અસર ભારત પર નહિવત રહેશે. તેનું મુખ્ય કારણ એ છે કે ટેક્સાસની સરકારી એજન્સીઓ અને પબ્લિક યુનિવર્સિટીઓમાં માત્ર 2 થી 3 ટકા ભારતીયો જ કાર્યરત હોય છે અથવા અભ્યાસ કરતા હોય છે. મોટાભાગના ભારતીય પ્રોફેશનલ્સ આઈટી (IT) અને ખાનગી ક્ષેત્રમાં કામ કરે છે, જેના પર આ પ્રતિબંધની કોઈ સીધી અસર પડશે નહીં.

વિઝા ફી વધારા સામે કાયદાકીય જંગ

બીજી તરફ, ટ્રમ્પ સરકાર દ્વારા વિઝા ફીમાં કરવામાં આવેલા તોતિંગ વધારા સામે અમેરિકાના જ 20 રાજ્યોએ મોરચો માંડ્યો છે. આ રાજ્યોએ ફી વધારાના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો છે. જો કોર્ટ આ ફી વધારો પાછો ખેંચવાનો આદેશ આપશે, તો અમેરિકા જવાનું સપનું જોતા હજારો ભારતીયોને આર્થિક રીતે મોટો ફાયદો થશે.

એક્સપર્ટ વ્યૂ— વિજય પટેલ, વિઝા એક્સપર્ટ, અમદાવાદ

ટેક્સાસના આ નિર્ણયથી ભારતીય આઈટી સેક્ટરને કોઈ મોટી આંચકી આવવાની સંભાવના નથી, કારણ કે આ મર્યાદિત પ્રતિબંધ છે. વળી, જો 20 રાજ્યોની કાનૂની લડત સફળ રહેશે અને ફી વધારો પાછો ખેંચાશે, તો ભારતીય પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર ગણાશે. 

આ પણ વાંચો- Ranveer Singhની મુશ્કેલી વધી! કાંતારાના સીનની નકલ કરવા બદલ સુપરસ્ટાર સામે નોંધાઈ FIR!