નેપાળની અર્થવ્યવસ્થા ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે. સોશિયલ મીડિયા પરથી બેન હટાવ્યા બાદ પણ યુવાઓનું પ્રદર્શન સમાપ્ત થતુ જ નથી. હવે તેમનો મુદ્દો બેરોજગારી અને દેશના ખરાબ આર્થિક પરિસ્થિતિ માટે છે. પીએમ ઓલીએ રાજીનામું આપ્યુ છે. નેપાળની હાલ કેવો છે તે આ આંકડાંઓ પરથી જ ખ્યાલ આવી શકે તેમ છે. વર્ષ 2023માં નેપાળ પર દેવું 24 લાખ કરોડ હતુ જે 2024માં વધીને 26 કરોડ રૂપિયા થઇ ગયુ છે.

નેપાળ ચીન પાસે કેમ છપાવે છે પોતાની કરન્સી ?

નેપાળ રાષ્ટ્ર બેંકે ગયા વર્ષે એક ચીની કંપનીને ₹100ના નવા નોટ છાપવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો, જેમાં નકશો બદલાયેલો બતાવવામાં આવ્યો હતો. એ કારણે વિવાદ ઊભો થયો હતો કારણ કે નેપાળના મંત્રીમંડળે નોટના ડિઝાઇનમાં જે રાજકીય નકશાને મંજૂરી આપી હતી, એ વિવાદાસ્પદ હતો. નકશામાં લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાને દેશના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. ભારતે નેપાળના આ દાવાને સંબંધ બગાડનારું ગણાવ્યું હતું.

નોટોની છપાઈની અંદાજિત કિંમત 89.9 લાખ અમેરિકી ડોલર દર્શાવવામાં આવી

નેપાળના કેન્દ્રિય બેંકે ચીની કંપનીને ₹100ના 30 કરોડ નોટ ડિઝાઇન, છાપવા અને સપ્લાય કરવાની જવાબદારી આપી હતી. નોટોની છપાઈની અંદાજિત કિંમત 89.9 લાખ અમેરિકી ડોલર દર્શાવવામાં આવી હતી. આ પહેલો અવસર નહોતો જ્યારે નેપાળે ચીનમાં ચલણી નોટો છપાવેલી. 2017માં પણ નેપાળ રાષ્ટ્ર બેંક ચાઈના બેંકનોટ પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન દ્વારા 24 મિલિયન ₹1000ના નોટ આપવામાં આવ્યા હતા. આ નોટોની ડિલિવરી ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી હતી કારણ કે તેનો ઉપયોગ ભૂકંપ પીડિતોની મદદ માટે થવાનો હતો.


બીજા દેશ પાસે આ કારણે છપાવે છે નોટ

હવે પ્રશ્ન એ છે કે નેપાળ પોતાની નોટો બીજા દેશમાં કેમ છપાવે છે? ચીની ન્યૂઝ પોર્ટલ xinhuanetની રિપોર્ટ મુજબ, નેપાળે અનેક વાર ચીનમાં પોતાની ચલણી નોટો છપાવી છે. ચીનની કંપનીએ નેપાળને ઓછી કિંમતમાં નોટ છાપવાનું ઓફર આપી હતી. રિપોર્ટ અનુસાર, ત્યારેના નેપાળ રાષ્ટ્ર બેંકના ગવર્નર ચિંતામણિ શિવકોટીએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે, ચીનનો આભાર, અમે બીજા દેશોમાં છપાવતી વખતે જે ખર્ચ થતો હતો, એમાં લાખો રૂપિયાનું બચત કર્યું.

  • Follow us on: