ઈરાન એક તરફ હોર્મુઝ સ્ટ્રેટની સરહદ ધરાવે છે. જ્યારે ઓમાન અને યુએઈ દક્ષિણમાં તેની સરહદ ધરાવે છે.

ઈરાનનો દરિયાઈ વિસ્તાર કેટલો લાંબો ?

હોર્મુઝ સ્ટ્રેટ 50 કિલોમીટર પહોળો છે. પરંતુ સૌથી સાંકડા બિંદુએ, હોર્મુઝ સ્ટ્રેટ ફક્ત 33 કિલોમીટર પહોળો છે. તેની અંદર પણ, ટેન્કરો જ્યાંથી પસાર થાય છે તે વિસ્તાર ફક્ત 15 કિલોમીટર પહોળો છે. આ માટે ટેન્કરોને પસાર થવા માટે ઊંડાઈની જરૂર પડે છે, અને આ ઊંડાઈ સમગ્ર હોર્મુઝ સ્ટ્રેટમાં ઉપલબ્ધ નથી. યુએન આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ કોઈપણ દેશ તેના દરિયાકાંઠાથી 12 નોટિકલ માઈલ સુધીના સમુદ્રને નિયંત્રિત કરી શકે છે. તેના આધારે, ઈરાન દાવો કરે છે કે તે અખાતનો સૌથી મોટો દેશ છે અને આ માર્ગ પર તેનું નિયંત્રણ રહેશે.

ઓમાન પોતાને ગણે છે હોર્મુઝ સ્ટ્રેટનો સાચો ગેટકીપર

હોર્મુઝ સ્ટ્રેટના મુખ પર ઓમાનનો એક નાનો ભાગ આવેલો છે જેને મુસંદમ દ્વીપકલ્પ કહેવાય છે. તે ઓમાનની મુખ્ય ભૂમિથી કપાયેલો છે, પરંતુ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. ઓમાન તેના મુસંદમ કિનારાથી 12 નોટિકલ માઈલ પર સંપૂર્ણ નિયંત્રણ ધરાવે છે. હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા મોટા જહાજો અને તેલ ટેન્કરો માટેનો સૌથી ઊંડો અને સલામત માર્ગ ઓમાનના પ્રાદેશિક પાણીમાં આવેલો છે. ઈરાન ઉત્તરમાં સ્થિત હોવા છતાં, આંતરરાષ્ટ્રીય જહાજો કાયદેસર રીતે ઓમાનના પાણીમાંથી પસાર થાય છે.

યુએઈ ક્યાં સુધી દાવો કરે ?

યુએઈનો દરિયાકિનારો હોર્મુઝ સ્ટ્રેટના સૌથી સાંકડા ભાગને સીધો સ્પર્શતો નથી, પરંતુ તેની દરિયાઈ સરહદ ઓમાન અને ઈરાન સાથે જોડાયેલી છે. યુએઈ પાસે તેના દરિયાકિનારાથી 12 નોટિકલ માઈલ સુધીના સાર્વભૌમ અધિકારો પણ છે. યુએઈ અને ઈરાન વચ્ચે અબુ મુસા, ગ્રેટર તુમ્બ અને લેસર તુમ્બ ટાપુઓ પર દાયકાઓ જૂનો વિવાદ છે. આ ટાપુઓ હાલમાં ઈરાનના કબજામાં છે, પરંતુ યુએઈ તેમના પર સાર્વભૌમત્વનો દાવો કરે છે.

મધ્ય રેખા સિદ્ધાંત શું છે ?

ઈરાન અને ઓમાન વચ્ચેનું કુલ અંતર ઘણી જગ્યાએ 24 નોટિકલ માઈલ કરતા ઓછું હોવાથી, મધ્ય રેખા સિદ્ધાંત લાગુ પડે છે. આનો અર્થ એ છે કે સમુદ્રની મધ્યમાં એક રેખા દોરવામાં આવી છે. આ રેખાનો ઉત્તરીય ભાગ ઈરાનનો છે અને દક્ષિણ ભાગ ઓમાનનો છે. બંને દેશો પોતપોતાના વિસ્તારોમાં સંસાધનોનો ઉપયોગ કરી શકે છે. પરંતુ તેઓ આંતરરાષ્ટ્રીય જહાજોને પસાર થતા અટકાવી શકતા નથી, કારણ કે તે એક આંતરરાષ્ટ્રીય સ્ટ્રેટ છે.

આ પણ વાંચોઃ Jammu Border Tension: Pakistanએ ભારતીય સેનાના ડ્રોન પર કર્યુ ફયરિંગ, સરહદ પર ફરી વધ્યો તણાવ