દક્ષિણ કોરિયા, જે ટેક્નોલોજીકલ અને આર્થિક પ્રગતિમાં વિશ્વમાં આગળ છે, તે હવે એક અનોખા સામાજિક પડકારનો સામનો કરી રહ્યું છે. ઝડપી જીવનશૈલી અને કામનું દબાણ યુવા પેઢીઓને સંબંધો, લગ્ન અને બાળકોથી દૂર કરી રહ્યું છે. જન્મદર નીચા સ્તરે પહોંચી ગયો છે અને સરકારે પગલાં ભરવા પડ્યા છે. હવે સરકારે યુવાનોને કૌટુંબિક જીવન તરફ યુવાનોને આકર્ષિત કરવા માટે એક યોજના બનાવી છે, જેમાં નાણાકીય પ્રોત્સાહનો દ્વારા યુવાનોને ડેટિંગ, લગ્ન અને બાળકોના ઉછેરમાં મદદ આપવામાં આવશે.
ભૂંસાતી પંરપરાગત જીવનશૈલીથી ચિંતિત સરકાર
દક્ષિણ કોરિયાના નાગરિકોની જીવનશૈલીએ પરંપરાગત સંબંધો અને પરિવારના મહત્વને પડકાર ફેંક્યો છે. સવારથી સાંજ સુધી કામમાં વ્યસ્ત રહેતા યુવાનો ડેટિંગ માટે પણ સમય કાઢી શકતા નથી.. એટલું જ નહીં તેઓ લગ્ન અને બાળકો પેદા કરવાથી પણ દૂર થઈ રહ્યા છે. પરિણામે, દેશનો જન્મદર વિશ્વમાં સૌથી નીચામાંનો એક થઈ ગયો છે. મોંઘવારી, કારકિર્દીમાં પ્રગતિ અને વ્યક્તિગત સ્વતંત્રતાને કારણે યુવાનો કૌટુંબિક જવાબદારીઓ સ્વીકારવામાં ખચકાટ અનુભવે છે.
સામાજિક સમસ્યાના ઉકેલ માટે સરકાર લાવી ગજબની ઓફર
દક્ષિણ કોરિયાની સરકારે આ સામાજિક સમસ્યાના ઉકેલ માટે પગલાં લીધાં છે. તે માને છે કે આર્થિક સુરક્ષા અને પ્રોત્સાહનો પૂરા પાડવાથી યુવાનો સંબંધો અને પરિવાર તરફ આકર્ષિત થશે. આને ધ્યાનમાં રાખીને, એક અનોખો ડેટિંગ નાણાકીય સહાય કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જો કોઈ યુવક કે યુવતી ડેટ પર જાય છે, તો સરકાર આશરે 350 અમેરિકી ડોલર એટલે કે આશરે 31,000 રૂપિયાની સહાય પૂરી પાડે છે. આ રકમ ખોરાક, મનોરંજન અને પ્રવૃત્તિઓ માટે આપવામાં આવે છે.
લગ્ન કરવા પર મળશે લાખોની સહાય
સરકાર ફક્ત ડેટિંગ પર જ ધ્યાન કેન્દ્રિત કરી રહી નથી, પરંતુ લગ્નને પણ પ્રોત્સાહન આપી રહી છે. જો કોઈ યુગલ લગ્ન કરવાનું નક્કી કરે છે, તો સરકાર 2.5 મિલિયન એટલે કે 25 લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય પૂરી પાડે છે. આ રકમ લગ્ન સાથે સંકળાયેલા મોટા ખર્ચાઓ ઘટાડે છે અને યુવાનોને નાણાકીય ચિંતાઓ વિના લગ્ન કરવા પ્રોત્સાહિત કરે છે.
સરકારી સહાયનો હેતુ યુવાન યુગલોને આર્થિક બોજના ડરથી લગ્ન મુલતવી રાખવાથી રોકવાનો છે. જો કોઈ દંપતી લગ્ન પછી બાળકો પેદા કરવાનું નક્કી કરે છે, તો સરકાર બાળકોના ઉછેર, શિક્ષણ અને સંભાળમાં પણ મદદ કરે છે.
દક્ષિણ કોરીયાની સરકાર વિવિધ યોજનાઓ હેઠળ નાણાકીય સહાય પૂરી પાડે છે. ઘણા કિસ્સાઓમાં સરકાર માતાપિતા સાથે ભાગીદારી કરે છે જેથી ખાતરી કરી શકાય કે બાળકોની જવાબદારી ફક્ત પરિવાર પર ન આવે. ઓછી નાણાકીય ચિંતાઓને કારણે, યુવાનો પોતાના પરિવારનો વિસ્તાર કરવા માટે સકારાત્મક વલણ અપનાવે છે.
આ પણ વાંચો: Japan: માત્ર એક ડોઝ અને કેન્સર ખતમ!, જાપાનના ટ્રી ફ્રોગમાંથી મળી આવ્યુ એન્ટી કેન્સર ડ્ર્ગ્સ