ભૂતપૂર્વ વૈજ્ઞાનિકે જણાવ્યું હતુ કે, મૃત્યુ નજીકના અનુભવમાંથી પાછા આવ્યા પછી જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાયો છે.

રહસ્યમય દુનિયાનો અનુભવ

શું મૃત્યુ ખરેખર અંત છે, કે શું તે બીજી દુનિયા માટે એક સુંદર દરવાજો ખોલે છે? નાસાના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક ઇન્ગ્રીડ હોનકાલાના દાવાઓએ આ ચર્ચાને નવી દિશા આપી છે. ઇન્ગ્રીડ દાવો કરે છે કે, તે એક વાર નહીં, પરંતુ ત્રણ વાર 'મૃત્યુ પામી' છે. અને દરેક વખતે, તેણીએ મૃત્યુની બહારની રહસ્યમય દુનિયાનો અનુભવ કર્યો છે.

જીવન અને મૃત્યુ વચ્ચેનો સંઘર્ષ

કોલંબિયાના બોગોટાની રહેવાસી ઇન્ગ્રીડે જણાવ્યુ હતુ કે, તેણીનો મૃત્યુ નજીકનો પહેલો અનુભવ ત્યારે થયો હતો જ્યારે તે માત્ર બે વર્ષની હતી. તેણીના ઘરની નજીક બર્ફીલા પાણીની ટાંકીમાં પડી હતી. અને શ્વાસ રૂંધાયો હતો. તેણીએ કહ્યુ હતુ કે, ઠંડા પાણીમાં શ્વાસ લેવાના સંઘર્ષ વચ્ચે શાંતિ છવાઇ હતી. મને એવું લાગ્યું કે હું મારા શરીરથી બહાર નીકળી છું. તેણીએ તેના શરીરમાંથી બહાર નીકળ્યા પછી, તેની માતાને કામ પર જતી જોઈ. તેણીએ માનસિક રીતે તેની માતાનો સંપર્ક કર્યો, જેમને તરત જ કંઈક ખોટું થયું હોવાનું લાગ્યું હતુ.

મૃત્યુ પછી તેણીએ શું જોયું?

55 વર્ષની ઇન્ગ્રીડ કહે છે કે મૃત્યુ કોઈ ડરામણી વસ્તુ નથી. તેણીના મતે, બહારની દુનિયામાં સમયનું અસ્તિત્વ નહોતું. તેણી પોતાને બાળક તરીકે નહીં, પરંતુ પ્રકાશના કિરણો તરીકે અનુભવતી હતી. તેણીને સમજાયું કે બ્રહ્માંડમાં બધું એકબીજા સાથે જોડાયેલું છે. તેણી દૈવી વ્યક્તિઓ સાથે વાત કરી. 25 વર્ષની ઉંમરે ભયાનક બાઇક અકસ્માત, ત્યારબાદ 52 વર્ષની ઉંમરે સર્જરી દરમિયાન બ્લડ પ્રેશરમાં ઘટાડો, તેણીને મૃત્યુના આરે પાછી લાવી. તેણી કહે છે કે, દર વખતે, હું તે શાંતિપૂર્ણ સ્થિતિમાં પાછી આવી છું.

તેણીના આગામી પુસ્તક, "ડાયિંગ ટુ સી ધ લાઈટ" માં, તેણી લખે છે, આપણી ચેતના ફક્ત મગજમાં જ ઉદ્ભવતી નથી, તે બ્રહ્માંડનો મૂળભૂત ભાગ છે. મૃત્યુ અંત નથી, પરંતુ ચેતનાનું એક સ્વરૂપથી બીજા સ્વરૂપમાં પરિવર્તન છે.

આ પણ વાંચોઃ  ઇરાને 'ડર્ટી બોમ્બ'ની ધમકી આપ્યા બાદ અમેરિકામાં કેમ વધી લશ્કરી કવાયત?, જાણો