જોકે, ઈરાને કોઈપણ સંડોવણીનો ઇનકાર કર્યો છે. માર્યા ગયેલા બંને જર્મન સંરક્ષણ કંપની રાઈનમેટલની ઇટાલિયન પેટાકંપની રાઈનમેટલ ઇટાલિયાના ટેકનિશિયન હતા. 

ઇટાલીના વિદેશ પ્રધાને શુ કહ્યુ ? 

ઇટાલીના વિદેશ પ્રધાન એન્ટોનિયો તાજાનીએ સંસદમાં જણાવ્યું હતું કે ગુરુવારે બપોરે 2 વાગ્યે, ઘણા ઈરાની-નિર્મિત ડ્રોન કુવૈતી લશ્કરી સ્થાપનો પર હુમલો કર્યો હતો. જેમાં તે કેન્દ્રનો પણ સમાવેશ થાય છે. જ્યાં બે ઇટાલિયન નાગરિકો કામ કરતા હતા. આ હુમલામાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. જેમાં બંને ટેકનિશિયન માર્યા ગયા હતા. કુવૈતી સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, તેની સેનાએ હવાઈ ક્ષેત્રમાં ઘણા ડ્રોન જોયા અને તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. 

આરબ દેશો પર હુમલા બંધ કરવા વિનંતી

ઇટાલીના વિદેશ પ્રધાન તાજાનીએ જણાવ્યું હતું કે એક પાકિસ્તાની નાગરિક અને એક કુવૈતી લશ્કરી અધિકારી પણ ઘાયલ થયા હતા. તેમણે જણાવ્યું હતું કે ઇટાલી ઈરાની દૂતાવાસમાં ફરિયાદ નોંધાવશે. તેમણે ઈરાનને યુદ્ધમાં સામેલ ન હોય તેવા આરબ દેશો પર હુમલા બંધ કરવા પણ વિનંતી કરી હતા. 

ઈરાને સંડોવણીથી કર્યો ઇનકાર 

ઈરાની વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ કુવૈત અને ઇટાલીના વિદેશ પ્રધાનો સાથે ફોન પર વાત કરી હતી. તેમણે હુમલામાં ઈરાનની સંડોવણીનો ઇનકાર કર્યો અને સંયુક્ત તપાસની ઓફર કરી. ઈરાની લશ્કરી પ્રવક્તા અબોલફઝલ શેકાર્ચીએ એમ પણ કહ્યું કે ઈરાની દળોએ આ વિસ્તારમાં કોઈ હુમલો કર્યો નથી. ઈરાને આરોપ લગાવ્યો હતો કે અમેરિકા અને રશિયા આ ઘટનાનો ઉપયોગ પ્રદેશમાં તણાવ વધારવા માટે કરી શકે છે. જો કે, તેણે આ દાવાને સમર્થન આપવા માટે કોઈ પુરાવા આપ્યા નથી. રોમમાં ઈરાની દૂતાવાસે પણ હુમલામાં કોઈપણ સંડોવણીનો ઇનકાર કર્યો હતો.

આ પણ વાંચોઃ ધોધમાર વરસાદ છતાં સુકાઈ રહ્યા છે વિશ્વભરના જળાશયો અને નદીઓ, 34 વર્ષનો તૂટ્યો રેકોર્ડ!