ગીચ વસ્તીવાળા વિસ્તાર, ભારે પવન અને સાંકડી શેરીઓના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી.

આગથી મોટુ નુકસાન

મલેશિયાના સંદાકનમાં મોટી આગ લાગી હતી. જેના કારણે નોંધપાત્ર નુકસાન થયું. બાટુ સાપીના કમ્પુંગ બહાગિયામાં આગ લાગી હતી. આગ ઝડપથી ફેલાઈ, લગભગ હજાર ઘરનો નાશ થયો હતો. 9007 લોકોને અસર થઈ છે. આ સંદાકનમાં લાગેલી સૌથી મોટી આગમાંની એક માનવામાં આવે છે. આ ઘટનામાં કોઈનું મોત થયું નથી. જો કે, કેટલાક લોકોને પોતાનો સામાન બચાવવા અથવા અન્ય લોકોને મદદ કરવાનો પ્રયાસ કરતી વખતે નાની મોટી ઇજાઓ થઈ હતી.

ભારે જહેમત બાદ આગ પર કાબૂ

આ વિસ્તાર દરિયા કિનારે આવેલો છે. તે સમયે દરિયાનું સ્તર ઓછું હતું, જેના કારણે પાણી એકત્રિત કરવામાં મુશ્કેલી પડી. જોરદાર પવન અને ઘરોની નજીક હોવાને કારણે આગ વધુ ભડકી. સંદાકન અને કિનાબટાંગનથી લગભગ 35 ફાયર ફાઇટર પહોંચ્યા અને નજીકની ફેક્ટરીમાંથી પાણીના ટેન્કર અને હાઇડ્રેન્ટનો ઉપયોગ કરીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો. સવારે લગભગ 4 વાગ્યા સુધીમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો, અને આ વિસ્તારને આપત્તિ ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યો હતો.

આગમાં માત્ર 200 ઘર જ બચ્યા

સંદકન પોલીસે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં આશરે 1,200 ઘરો છે, જેમાંથી આશરે 1,000 ઘરો આગથી પ્રભાવિત થયા હતા. તેમણે તેને એક મોટી અને દુ:ખદ ઘટના ગણાવી હતી. ત્રણ કામચલાઉ રાહત કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે. પીપીઆર સંદકન, પીપીઆર બાટુ સાપી હોલ અને એસકે કમ્પુંગ ગેસ સ્કૂલ. પીડિતોની નોંધણી કરવામાં આવી રહી છે અને ત્યાં સહાય પૂરી પાડવામાં આવી રહી છે. આગનું કારણ હજુ સ્પષ્ટ નથી. ફાયર વિભાગ તપાસ કરી રહ્યું છે. ગામના વડા શરીફ હાસીમે જણાવ્યું હતું કે ઘણા લોકો પાસે રાહત કેન્દ્ર સુધી પહોંચવા માટે વાહનો નથી, તેથી તેમના રહેવાની વ્યવસ્થા હજુ પણ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ પેસ્ટ્રીઝના કારણે બે દેશો વચ્ચે યુદ્ધ, મેક્સિકોને ફ્રાન્સ સમક્ષ સ્વીકારવી પડી શરણાગતિ, જાણો શું છે મામલો?

  • Follow us on: