પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના હરિપુર જિલ્લામાં ગુરુવારે એક ઔદ્યોગિક વિસ્તારમાં ગેસ પાઈપલાઈનમાં જોરદાર વિસ્ફોટ થયો, જેમાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા. આ ઘટના હરિપુર જિલ્લાના હત્તર ઇન્ડસ્ટ્રિયલ સ્ટેટમાં ‘ગ્રાન્ડ ટ્રંક રોડ’ નજીક સ્થિત એક કારખાના પાસે બની.
વિસ્ફોટ બાદ લાગી આગ
જણાવવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે તરત જ ભીષણ આગ લાગી ગઈ, જે આસપાસના વિસ્તારમાં ઝડપથી ફેલાઈ ગઈ. આગની લપેટમાં એક નજીકનું મકાન પણ આવી ગયું, જેના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.અને બચાવ કાર્ય જટિલ બની ગયું. પાકિસ્તાનની કટોકટી સેવા ‘રેસ્ક્યુ 1122’ ના અધિકારીઓએ જણાવ્યું કે આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે. અન્ય કેટલાક લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. હરિપુરના જિલ્લા પોલીસ અધિકારીએ જણાવ્યું કે આગ ઝડપથી ફેલાવા દરમિયાન ઓછામાં ઓછી ચાર મહિલાઓ અને છ બાળકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા. તેમણે કહ્યું કે અનેક મહિલાઓ અને બાળકો ગંભીર રીતે દાઝી ગયા છે અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે.
દમ ઘૂંટાવાથી થયા મોત
હરિપુરના ડેપ્યુટી કમિશનર વસીમ અહેમદે જણાવ્યું કે મોટાભાગના મોતનું મુખ્ય કારણ દમ ઘૂંટાવું હોવાનું જણાય છે. ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. ઘાયલોને હોસ્પિટલ મોકલીને તેમની સારવાર કરવામાં આવી રહી છે. ગેસ પાઈપલાઈનમાં ધમાકાના કારણોની હાલમાં ખબર પડી શકી નથી. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તારોમાં પણ તેના અવાજો સંભળાયા.
આ પણ વાંચો: US military:અમેરિકાએ ઈરાની બંદરોની નાકેબંધી કરી,10,000થી વધુ સૈનિકો તૈનાત