અધિકારીઓએ કહ્યુ છે કે, આ હુમલામાં ભારે નુકસાન થયુ છે પણ કોઇ જાનહાનિ થઇ નથી.

વિમાન કરાયા ધ્વસ્ત

ઇરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવની અસર ઇરાક પર જોવા મળી રહી છે. ઇરાકના મોહમ્મદ અલા એરબેઝ પર રોકેટથી હુમલો કરાયો હોવાનું ઇરાકના રક્ષામંત્રી થબિત મોહમ્મદ અલ-અબ્બાસીએ જણાવ્યુ છે. તેઓએ વધુમાં કહ્યુ છે કે, આ રોકેટ હુમલાના કારણે એયરક્રાફટને ભારે નુકસાન થયુ છે. અહીં તૈનાત વિમાન ધ્વસ્ત કરાયા છે. અધિકારીઓએ કહ્યુ છે કે, આ હુમલામાં કોઇ જાનહાનિ થઇ નથી.

વાયુસેનાનું વિમાન નષ્ટ

સતત થઇ રહેલા હુમલાઓ ક્ષેત્રીય સંઘર્ષ રજૂ કરે છે. ઇરાન, અમેરિકા અને ઇઝરાયલની વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. આ હુમલાઓના કારણે મિડિલ ઇસ્ટમાં સેનાના સ્થળો ધ્વસ્ત કરાઇ રહ્યા છે. ઇરાકના રક્ષામંત્રી થબિત મોહમ્મદ અલ-અબ્બાસીએ જણાવ્યુ છે કે, બગદાદ એરપોર્ટ પાસે સ્થિત મોહમ્મદ અલ્લા એયરબેઝ પર રોકેટ હુમલાઓ કરવામાં આવ્યા છે. આ હુમલામાં ઇરાકની વાયુસેનાનું વિમાન નષ્ટ થયુ છે. સદનસીબે આ હુમલામાં કોઇ જાનહાનિ થઇ નથી.

તેલ રિફાઇનરીમાં આગ

તો આ તરફ, ઇરાને કરેલા હુમલાના કારણે ઇઝરાયલની તેલ રિફાઇનરીમાં આગ લાગી છે. તો ઇઝરાયલે કહ્યુ છે કે, સપ્લાઇ પર કોઇ અસર થશે નહી. ઇરાનની સાથે અમેરિકા અને ઇઝરાયલની વચ્ચે હુમલાઓ યથાવત્ છે. ઇરાનની સાથે અમેરિકા અને ઇઝરાયલના યુદ્ધને 31 દિવસ થઇ ગયા છે. સીઝફાયર માટે અમેરિકા અને ઇરાનને એકબીજા સામે કડક શરત મુકી છે. આ વચ્ચે પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે જાહેરાત કરી છે કે, બન્ને દેશ વાતચીત માટે સહમતિ દર્શાવી ચુક્યા છે. ડારે એ કહ્યુ છે કે, પાકિસ્તાન બન્ને દેશ વચ્ચે બેઠક યોજશે.

આ પણ વાંચોઃ દિલ્હી AIIMSના ભૂતપૂર્વ વિદ્યાર્થી Nisha Mehta બન્યા Nepalના આરોગ્ય મંત્રી