મોજતબા ખામેનીએ કહ્યું કે, મુસ્લિમોમાં જાતિ, સંસ્કૃતિ, સમાજ, અર્થતંત્ર, રાજકારણ તફાવતો પરસ્પર વિભાજનનું કારણ ન બનવું જોઈએ.
મુસ્લિમ દેશોમાં એકતા પર ભાર
ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનીએ મુસ્લિમ દેશોને પરસ્પર એકતા જાળવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે દેશો વચ્ચે તફાવત હોવા છતાં, મુસ્લિમોએ એકબીજાને ટેકો આપવો જોઈએ અને જરૂરિયાતના સમયે એકબીજાને મદદ કરવી જોઈએ. તેમણે ગલ્ફ દેશોના શાસકોને પણ અપીલ કરી કે, તેઓ તેમની આસપાસના સંજોગોને સમજે અને મુસ્લિમોના "વાસ્તવિક દુશ્મનો" ગણાતી શક્તિઓને ઓળખે.
https://twitter.com/MKhamenei_ir/status/2093954608527777872
પરસ્પર સહયોગ વધારવાની અપીલ
ખામેનીએ મુસ્લિમ દેશો વચ્ચે સહયોગ અને એકબીજાની સુરક્ષામાં મદદ કરવા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે મતભેદોને વધારવાને બદલે સામાન્ય હિતો પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ છે. તેમનો સંદેશ એવા સમયે આવ્યો છે જ્યારે પશ્ચિમ એશિયામાં પ્રાદેશિક તણાવ અને સુરક્ષા ચિંતાઓ ચાલુ છે. ગલ્ફ દેશો અને ઈરાન વચ્ચેના સંબંધો લાંબા સમયથી પ્રાદેશિક રાજકારણનો મહત્વપૂર્ણ ભાગ રહ્યા છે.
'વિરોધી તાકાતો ફૂટ પડાવવાની તકમાં'
સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, ઈસ્લામ વિરોધી તાકાતો મુસ્લિમ રાષ્ટ્રો વચ્ચેના આંતરિક મતભેદોનો ગેરલાભ ઉઠાવીને મુસ્લિમોને નબળા પાડવાનો સતત પ્રયાસ કરી રહી છે. તેમના જણાવ્યા મુજબ, આવી તાકાતો મુસ્લિમ દેશો વચ્ચે અંતર વધારવાની અને પ્રદેશમાં પોતાનો પ્રભાવ તથા વર્ચસ્વ જમાવવાની તકની રાહ જોઈને બેઠી છે. તેથી, વર્તમાન સમયની માગ છે કે ગલ્ફ દેશોના શાસકો પોતાની આસપાસની પરિસ્થિતિઓને યોગ્ય રીતે સમજે અને મુસ્લિમોના 'અસલી દુશ્મન' કોણ છે તે ઓળખે.
આ પણ વાંચોઃ 80 ફૂટ ઊંચા કાદવના મોજાં વચ્ચે એક 'સાડી' બની 21 શ્રદ્ધાળુ માટે તારણહાર
