વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીન પહોંચી ગયા છે અને આજે તેઓ રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી. દ્વિપક્ષીય બેઠકમાં પીએમ મોદી બોલ્યા, તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો આભાર માન્યો. બંને દેશો વચ્ચે અનેક મુદ્દાઓ પર સહમતિ સધાઇ છે. આ મીટિંગમાં NSA અજીત ડોભાલ પણ હાજર રહ્યા હતા. શી જિનપિંગે વડાપ્રધાન મોદીનો આભાર જતાવતા કહ્યુ કે પીએમ મોદીને મળીને ખુશી થઇ.
ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરાશે
SCO શિખર સંમેલન દરમિયાન રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને ચીન વચ્ચે સીમા વ્યવસ્થાપન પર સહમતિ બની છે. કૈલાસ માનસરોવર યાત્રા અને સીધી ફ્લાઇટ પણ શરૂ કરાશે. આ પગલાંઓથી 2.8 અબજ લોકો જોડાયેલા છે અને તેનો લાભ સમગ્ર લોકોને મળશે. વડાપ્રધાને પરસ્પર સન્માન અને વિશ્વાસને વધારવા પર ભાર મૂક્યો અને ચીનને SCOની સફળ અધ્યક્ષતા માટે શુભેચ્છા પણ આપી. પીએમ મોદીએ જણાવ્યું કે બંને દેશો એકબીજાની સંવેદનશીલતાઓનો સન્માન કરે છે અને સંબંધોને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.
સંબંધોને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ વચ્ચે ચાલી રહેલી બેઠક સમાપ્ત થઇ ચૂકી છે. આ દ્વિપક્ષીય વાર્તા આશરે 40 મિનિટ સુધી ચાલી. મીટિંગમાં પીએમ મોદીએ કહ્યુ કે 'અમે પરસ્પર વિશ્વાસ અને આદર સાથે સંબંધોને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ.'સામાન્ય રીતે, બહુપક્ષીય પરિષદમાં યજમાન દેશ સાથે દ્વિપક્ષીય બેઠક થવી અસામાન્ય નથી, પરંતુ મોદી-શી બેઠકને ખાસ માનવામાં આવી રહી છે કારણ કે તાજેતરમાં અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી છે.રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા ઓઇલ ખરીદવા લઇને ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યો છે. જ્યારે 1 સપ્ટેમ્બરે પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે પણ દ્વિપક્ષીય વાર્તા થઇ શકે છે.