મોજતબા ખામેનેઇ કહ્યું છે કે, અમે કોઈની શહાદત ભૂલીશું નહીં. ઈરાની લોકોના લોહીનો બદલો લઈશું.
યુએસ બેઝ પર કરીશું હુમલોઃ મોજતબા ખામેનેઇ
ઈરાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ છે કે, તે અમેરિકાની ધમકીઓ સામે ઝૂકશે નહીં. નવા સર્વોચ્ચ નેતા, મોજતબા ખામેનેઇએ કહ્યું છે કે, હોર્મુઝ સ્ટ્રેટ બેધ રહેશે. ઈરાન દરેક મૃત્યુનો બદલો લેશે. અમે કોઈની શહાદત ભૂલીશું નહીં. અમે મધ્ય પૂર્વમાં દરેક યુએસ બેઝ પર હુમલો કરીશું. અમે દરેક બાળકના મૃત્યુનો બદલો લઈશું. તેમણે પડોશી દેશોને પણ તેમની ધરતી પરથી અમેરિકાને દૂર કરવા વિનંતી કરી છે.
ઈરાની સેનાની પ્રશંસા
મોજતબા ખામેનેઇએ વધુમાં કહ્યુ હતુ કે, અમે ચોક્કસપણે આપણા શહીદોના લોહીનો બદલો લઈશું, ખાસ કરીને મીનાબના શહીદોના લોહીનો. તેમણે ઈરાની સેનાની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે ઈરાની સેના મજબૂતીથી પોતાના દેશનું રક્ષણ કરી રહી છે અને દુશ્મનના હુમલાઓને નિષ્ફળ કરી રહી છે. અમેરિકન અને ઇઝરાયલી હુમલાના પીડિતોને સંબોધતાં ધીરજ માટે પ્રાર્થના કરી અને તેમને ખાતરી આપી કે દરેક ઈરાની શહીદના લોહીનો બદલો લેવાશે.
દુશ્મન નુકસાની કરે ભરપાઇઃ મોજતબા ખામેનેઇ
મોજતબા ખામેનેઇએ વધુમાં કહ્યુ હતુ કે, ઈરાન તેના પડોશી દેશો સાથે સારા સંબંધો ઇચ્છે છે. તેમણે કહ્યું કે ઈરાને તેના પડોશીઓ પર હુમલો કર્યો નથી. પરંતુ તે દેશોમાં યુએસ બેઝને નિશાન બનાવ્યા છે કારણ કે દુશ્મન તે વિસ્તારોમાંથી ઈરાન પર હુમલો કરી રહ્યો હતો. તેમણે કહ્યું કે ઈરાન દુશ્મનને નુકસાનની ભરપાઈ પણ કરશે. ઈરાનના નવા સુપ્રીમ લીડરએ કહ્યું કે જો દુશ્મન નુકસાનની ભરપાઈ કરવામાં નિષ્ફળ જાય, તો અમે તેની જરૂરી તેટલી મિલકત જપ્ત કરીશું. જો આ શક્ય ન હોય, તો અમે શક્ય તેટલી દુશ્મનની સંપત્તિનો નાશ કરીશું.
આ પણ વાંચોઃ સ્ત્રીઓમાં વાળ ખરવા એ કોઈ રોગનું લક્ષણ, જાણો શું કહે છે તબીબો?
