કેટલાક કૃષિ વિસ્તારોમાં સામાન્ય કરતા 85-100% ઓછો વરસાદ પડ્યો છે. Y-12 વિમાનમાં બૌદ્ધ સાધુઓએ દુષ્કાળગ્રસ્ત વિસ્તારો પર પ્રાર્થના કરી છે.
શ્રીલંકાની કેમ વધી ચિંતા ?
શ્રીલંકામાં દુષ્કાળની સ્થિતિ વધુ ચિંતાનો માહોલ વધારી રહી છે. જેના કારણે શ્રીલંકાએ વરસાદ માટે પ્રાર્થનાનો સહારો લીધો છે. દેશની વાયુસેનાએ ત્રણ બૌદ્ધ સાધુઓને દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં હેલિકોપ્ટરમાંથી પવિત્ર જળનો છંટકાવ કરી વરસાદ કરવા માટે પ્રાર્થના કરવા કહ્યુ હતુ. જેનાથી અહીંના વિસ્તારમાં વધારે વરસાદ થાય અને ખેતી માટે પુરતી સુવિધા મળી રહી. તથા જન-જીવન વ્યવસ્થિત રહે.
કુવા અને જળાશયો સુકાયા
કુવાઓ, નદીઓ અને નાના સિંચાઈ જળાશયો હાલમાં સુકાઈ રહ્યા છે, અને ઘણા વિસ્તારોમાં લોકો પીવાના પાણીની કટોકટીનો સામનો કરી રહ્યા છે. શ્રીલંકાના ઉત્તરીય, પૂર્વીય અને દક્ષિણ ભાગો દુષ્કાળથી સૌથી વધુ પ્રભાવિત થયા હોવાનું જાણવા મળે છે. રોઇટર્સના અહેવાલ મુજબ, કેટલાક કૃષિ વિસ્તારોમાં સામાન્ય કરતા 85 થી 100 ટકા ઓછો વરસાદ પડ્યો છે.
બૌદ્ધ સાધુઓએ કરી પ્રાર્થના
પરિસ્થિતિ એવી છે કે ઘણા કુવાઓ, નદીઓ અને નાના સિંચાઈ ટાંકીઓ સુકાઈ ગયા છે. કેટલાક જળાશયોમાં તેમના સામાન્ય પાણીના સ્તરના માત્ર 10 ટકા જ પાણી છે. આની સીધી અસર ખેડૂતો અને ગ્રામીણ વસ્તી પર પડી છે. આ કટોકટી વચ્ચે, શ્રીલંકાના વાયુસેનાએ Y-12 વિમાનમાં ત્રણ કેસરી વસ્ત્રો પહેરેલા બૌદ્ધ સાધુઓને દુષ્કાળગ્રસ્ત વિસ્તારો પર ઉડાવ્યા, જ્યાં તેમણે પ્રાર્થના કરી હતી.
પીવાના પાણીની પણ અછત
વાયુસેનાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં આ જાહેરાત કરી. પોસ્ટમાં લખ્યું હતું કે, "દેશ શુષ્ક ઋતુની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે, આ વિમાન કરુણાના પ્રતીક તરીકે ઉડે છે." શ્રીલંકાની પરિસ્થિતિ વિશે વાત કરતાં, લોકો પીવાના પાણીની પણ અછતનો સામનો કરી રહ્યા છે. પીવાના પાણીની જરૂરિયાતો પૂરી કરવા માટે, સરકારે ટેન્કર દ્વારા પાણી પહોંચાડવું પડ્યું છે. અહેવાલો અનુસાર, કેટલાક દૂરના વિસ્તારોમાં, લોકોને 23 દિવસ સુધી પાણીના ટેન્કરની રાહ જોવી પડી હતી.
હવામાન વિભાગની આગાહી
પાણીની તંગી પાકને નુકસાન પહોંચાડી રહી છે અને પશુધન માટે સમસ્યાઓ વધારી રહી છે. શ્રીલંકાની સમસ્યાઓ ફક્ત પાણીની તંગી સુધી મર્યાદિત નથી. હવામાન વિભાગે આગામી સમયગાળામાં ભારે વરસાદની ચેતવણી પણ આપી છે. એવો અંદાજ છે કે સપ્ટેમ્બરના અંતથી ડિસેમ્બર સુધી ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જો કે, આ પછી દુષ્કાળની પરિસ્થિતિની ચેતવણી આપવામાં આવી રહી છે. વર્તમાન દુષ્કાળનું મુખ્ય કારણ અલ નીનોને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ ભારતમાં 2027 સુધીમાં આવશે પહેલી ડેન્ગ્યુ વેક્સિન Qdenga, જાણો કેટલી છે અસરકારક?
