ગેંગસ્ટર આકાશ હરિકે નેન્સીની હત્યા માટેની જવાબદારી લીધી છે.

હત્યા બાદ હાહાકાર

કેનેડામાં મૂળ પંજાબની યુટ્યુબર નેન્સી ગ્રેવાલની તેમના ઘરમાં હત્યા કરાઇ હતી. શખ્સે ઘરની રેકી કરીને નેન્સી ગ્રેવાલ પર 18 વખત ચાકુના વાર કર્યા હતા. અને તેમને મોતને ઘાટ ઉતારી હતી. આ મામલે કેનેડા પોલીસે તપાસ શરુ કરી છે. અને હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. નેન્સી ગ્રેવાલની હત્યા અંગે ગેંગસ્ટર આકાશ હરિકે જવાબદારી લીધી છે. આકાશ હરિકે કહ્યુ છે કે, નેન્સી ખાલિસ્તાની વિરોધી હતી. અને તેમના વિરુદ્ધમાં વીડિયો બનાવતી હતી.

ચોંકાવનારા ખુલાસા કરાયા

કેનેડાના વિંડસરમાં પ્રખ્યાત મૂળ પંજાબની યુટ્યુબર નેન્સી ગ્રેવાલની હત્યા બાદ સોશિયલ મીડિયા પર હોબાળો જોવા મળી રહ્યો છે. યુટ્યુબર નેન્સી ગ્રેવાલની તેના જ ઘરમાં હત્યા કરાઇ હતી. નેન્સી ગ્રેવાલ મૂળ રૂપથી લુધિયાનાના નારંગ ગામની નિવાસી હતી. 45 વર્ષીય નેન્સી ગ્રેવાલ સોશિયલ મીડિયા પર વીડિયો બનાવતી હતી. અને ખાલિસ્તાન વિશે પોતાના વિચાર મુકતી હતી. સોશિયલ મીડિયા પર તેને ઘણા લોકો ફોલો કરતા હતા. એક તરફ આકાશ હરિકે અને બીજી તરફ નેન્સીના માતાએ હત્યા ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

આકાશ હરિકેની સોશિયલ મીડિયા પોસ્ટ

આકાશ હરિકે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી છે. અને હત્યાની જવાબદારી સ્વીકારી છે. આકાશે લખ્યુ છે કે, વાહેગુરુ જી કા ખાલસા, વાહેગુરુ જી દી ફતેહ. વિંડસરમાં નેન્સી ગ્રેવાલની હત્યા કરાઇ છે. આ કામ અમારા ભાઇઓએ કર્યુ છે. અને ઘટનાની જવાબદારી આકાશ હરિકે અને સુખા સંધૂ લઇ રહ્યા છે. આ મહિલા ધર્મ અને ખાલિસ્તાન વિશે અયોગ્ય બોલી રહી હતી. જેનું પરિણામ તેને મળી ગયુ છે. બાકી અમારી કોઇ ધર્મ સાથે કોઇ દુશ્મની નથી. પણ જે કોઇ કોમ વિરુદ્ધ બોલશે તેની આવી જ હાલત કરાશે.

જૂના વિવાદની કડીઓ આવી સામે

નેન્સી ગ્રેવાલની હત્યા પાછળ સૌથી મોટો એંગલ નિહંગ સિંહો અને સ્થાનિક ગુરુદ્વારા કમિટી સાથે તેમનો જુનો વિવાદ સામે આવી રહ્યો છે. નેન્સીની માતા શિંદર પાલ ગ્રેવાલ અનુસાર આ દુશ્મની ત્યારે શરુ થઇ જ્યારે નેન્સીએ ગુરુદ્વારા સાહિબમાં કરિયાણાની ચોરી બાદ સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. નેન્સીએ ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે, તેમના ઘર પર એક ધાર્મિક સ્થળે કબ્જો કર્યો છે. આ દબાણ દુર કરવા તેણે નિહંગો પાસેથી મદદ માગી છે. નિહંગોએ દબાણ તો દૂર કર્યુ હતુ. પરંતુ બાદમાં પૈસાની માંગણી કરી હતી.

સોશિયલ મીડિયા પર વાર-પલટવાર

આ ઘટના બાદ કેટલાક નિહંગોએ સોશિયલ મીડિયા પર નેન્સી અને તેના પરિવાર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. જેનો નેન્સીએ જડબાતોડ જવાબ આપ્યો હતો. તેણે કહ્યુ હતુ કે તે ગુરુની ફોજ એટલે કે અસલી નિહંગોનું સન્માન કરે છે. પરંતુ નકાબ ઓઢીને ચાલતા ગુંડાઓની વિરુદ્ધ છે. નેન્સી કટ્ટરપંથી ખાલિસ્તાનીઓને પણ ટાર્ગેટ કરતી હતી. નેન્સીની માતાએ કહ્યુ હતુ કે, તે નફરત ફેલાવનારા કટ્ટરપંથીઓેને બેનકાબ કરતી હતી. તેની વાતો કટ્ટરપંથીઓને અવરોધરૂપ લાગતી હતી.

નેન્સીએ કેમ બદલ્યુ હતુ નામ

નેન્સીના પિતાએ તેનું નામ મોનીપ્રીત મુક્યુ હતુ. પરંતુ શાળામાં તેને મોની કોની કહીને ચિડવતા હતા. તેથી તેણે પોતાનું નામ બદલ્યુ હતુ. નેન્સી બાલપણથી ભજન-કિર્તનમાં ગાયિકા તરીકે કામ કરતી હતી. 2012માં તે આમ આદમી પાર્ટી સાથે જોડાઇ હતી. પરંતુ બાદમાં રાજનીતિ છોડીને તે 2015માં કેનેડામાં નર્સિંગનો અભ્યાસ કરવા માટે ગઇ હતી. તેમના લગ્ન એન્જિનીયર સાથે થયા હતા. પરંતુ અણબનાવના કારણે તેમના છુટાછેડા થયા હતા.

આ પણ વાંચોઃ  વિદેશમંત્રી એસ.જયશંકર સાથે ઇરાનના નાયબ વિદેશમંત્રી ખાતિબજેદની મુલાકાત, ટ્રમ્પ પર સાધ્યુ નિશાન

  • Follow us on: