નેપાળમાં કથિત ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પ્રતિબંધ સામેના વિરોધ પ્રદર્શનોએ હવે ખૂબ જ ઘાતક સ્વરૂપ ધારણ કર્યું છે. અહેવાલ છે કે નેપાળમાં હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન દેખાવકારોને જોતાં જ ગોળી મારવાનો આદેશ આપનાર ડીએસપીને પ્રદર્શનકારીઓને માર મારીને હત્યા કરી દીધી છે.


પૂર્વ વડા પ્રધાનની પત્નીને સળગાવી નાખવામાં આવી છે.

ઉપરાંત નેપાળમાં પ્રદર્શનકારીઓએ ભૂતપૂર્વ વડા પ્રધાન ઝાલનાથ ખનાલના ઘરને આગ લગાવી દીધી. આ ઘટનામાં, પૂર્વ વડા પ્રધાનની પત્નીને સળગાવી નાખવામાં આવી છે. નેપાળમાં વિરોધ પ્રદર્શનોની આગ સતત વધી રહી છે. વડા પ્રધાન અને રાષ્ટ્રપતિના રાજીનામા પછી પણ પ્રદર્શનકારીઓનો ગુસ્સો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ ઘટનામાં પ્રદર્શનકારીઓએ ખનાલની પત્ની રાજ્યલક્ષ્મી ચિત્રકરને જીવતી સળગાવી દીધી.

સારવાર દરમિયાન મૃત્યુ

માહિતી અનુસાર, આ ઘટના કાઠમંડુના દલ્લુ વિસ્તારમાં બની હતી. પૂર્વ વડા પ્રધાનનું ઘર આ વિસ્તારમાં છે. અસામાજીક તત્વો દ્વારા લગાવવામાં આવેલી આગમાં ખરાબ રીતે દાઝી ગયેલા રાજ્યલક્ષ્મી ચિત્રકરને કીર્તિપુર બર્ન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરિવારના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમનું અહીં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ બાદ યુવાનોનો ગુસ્સો ભડકી ઉઠ્યો

તમને જણાવી દઈએ કે વડાપ્રધાન કેપી શર્મા ઓલીનું ઘર પણ વિરોધીઓના ગુસ્સાનો ભોગ બન્યું છે. કેપી શર્મા ઓલીએ પદ પરથી રાજીનામું આપી દીધું છે. નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ બાદ યુવાનોનો ગુસ્સો ભડકી ઉઠ્યો છે. ત્યારથી, સમગ્ર દેશમાં હિંસક આંદોલનો થઈ રહ્યા છે. સોમવારે, આ પ્રદર્શનમાં ગોળી વાગવાથી ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા.

  • Follow us on: