બુધવારે તિબેટમાં ભૂકંપ અને ત્યારબાદ ભૂસ્ખલન થયું હતું, જેના કારણે નેપાળમાં પૂર આવ્યું હતું. એવી આશંકા છે કે 1,000 લોકો વહી ગયા છે. 300 લોકો ફસાયેલા છે, જ્યારે 17 લોકોએ જીવ ગુમાવ્યા છે. પૂરની અસર બિહારના સરહદી વિસ્તારોમાં પણ અનુભવાઈ છે, જેમાં ચંપારણ, બેત્તિયા અને મધુબની સહિત છ સરહદી જિલ્લાઓ માટે ચેતવણી જારી કરવામાં આવી છે.

105 ભારતીયો ગુમ, 17 શબ મળી આવ્યા  

રસુવામાં આવેલા પુરથી  385 પ્રવાસસીઓ ગુમ થયા છે. લાપતા પર્યટકોમાં 311 વિદેશી પર્યટકો છે.   સર્ચ ઓપરેશનમાં 14 હેલિકોપ્ટર લગાવ્યા છે. રસુવા હોસ્પિટલમાં 26 લોકોને દાખલ કરાયા છે.

રસુવા, ઘાદિડ અને નુવાકોટ જિલ્લો પ્રભાવિત થયા છે. રેસક્યુની ટીમે 17 શબ મળી આવ્યા છે. આ ગુમ થયેલા પ્રવાસીઓમાં  105 ભારતીયો પણ છે.  ભીષણ પૂરમાં 12 હોસ્પિટલ અને 3 પોલીસ સ્ટેશન વહી ગયા. 13 હાઇડ્રો પાવર પ્લાન્ટને નુકસાન થયું છે. 

https://twitter.com/ANI/status/2092544401629425781

માનસરોવર જતા યાત્રીઓ ગુમ 

નેપાળમાં અચાનક આવેલા પૂરને કારણે 105 ભારતીય પ્રવાસીઓ ગુમ થયા છે. તેમાં માનસરોવર જઈ રહેલા 31 યાત્રાળુઓનો પણ સમાવેશ થાય છે. નેપાળ ટુરિઝમ બોર્ડે આ માહિતી આપતા જણાવ્યું હતું કે તેઓ હાલમાં ગુમ થયેલા ભારતીયો વિશે વિગતો એકત્રિત કરી રહ્યા છે. બોર્ડના જણાવ્યા અનુસાર, કુલ 400 પ્રવાસીઓ ગુમ છે; જેમાં 291 વિદેશી નાગરિકો અને 90થી વધુ નેપાળના રહેવાસીઓનો સમાવેશ થાય છે.

https://twitter.com/ANI/status/2092561318226358570 

હેલ્પ લાઇન નંબર જાહેર 

નેપાળ ન્યૂઝ અનુસાર 37  પ્રવાસીઓ બિન-નિવાસી ભારતીયો (NRI) છે, જ્યારે બાકીના પ્રવાસીઓ ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ, યુનાઇટેડ સ્ટેટ્સ, મલેશિયા, યુનાઇટેડ કિંગડમ અને દક્ષિણ આફ્રિકાના નાગરિકો છે. નેપાળ ટુરિઝમ બોર્ડે અહેવાલ આપ્યો છે કે ગુમ થયેલા ભારતીયોમાંથી 59 'સ્માર્ટ ટ્રાવેલ્સ' સાથે મુસાફરી કરી રહ્યા હતા અને 46 'લીફ હોલિડેઝ' સાથે પ્રવાસ કરી રહ્યા હતા. નેપાળ સરકારે પ્રવાસીઓ માટે હેલ્પલાઇન નંબર 1144 જાહેર  કર્યો છે.

https://twitter.com/PTI_News/status/2092554516763922530

14 કસ્ટમ્સ ઓફિસ કર્મચારીઓ ગુમ

નેપાળી મીડિયા અનુસાર, રાસુવાના તિમુરમાં કસ્ટમ ઓફિસના 14 કર્મચારીઓ હાલમાં સંપર્કથી બહાર છે. આ જૂથમાં 11 કાયમી સ્ટાફ સભ્યો અને ત્રણ કોન્ટ્રાક્ટ કામદારોનો સમાવેશ થાય છે. દરમિયાન, કસ્ટમ ઓફિસના વડા રાજેન્દ્ર ધુંગાના સહિત 25 અન્ય કર્મચારીઓના ઠેકાણાની પુષ્ટિ કરવામાં આવી છે.

https://twitter.com/ANI/status/2092555899768566023

તેવી જ રીતે, 20 મેગાવોટના લેંગટાંગ ખોલા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ સાથે સંકળાયેલા 60 લોકો ગુમ છે. અત્યાર સુધીમાં પૂરને કારણે આઠ લોકોએ જીવ ગુમાવ્યા છે, અને સાત મૃતદેહ મળી આવ્યા છે. નેપાળ સરકારે બચાવ કામગીરી માટે હેલિકોપ્ટર અને ડ્રોન તૈનાત કર્યા છે.

12  હેલિકોપ્ટર દ્વારા ગુમ થયેલા વ્યક્તિઓનો બચાવ 

નેપાળ સેનાના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં હેલિકોપ્ટર દ્વારા 12 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તેમને સ્યાફ્રુબેસી (6લોકો), મૈલુંગ (2) અને ધુંચે (4)માંથી બહાર કાઢવામાં આવ્યા છે. નેપાળ સેનાના ચાર હેલિકોપ્ટર અને આઠ ખાનગી ક્ષેત્રના હેલિકોપ્ટર બચાવ કામગીરીમાં રોકાયેલા છે. પૂરમાં ફસાયેલા અન્ય પાંચ લોકોને પણ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. શરૂઆતમાં, 35 આર્મી કર્મચારીઓને બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવ્યા છે. સરકારે ત્રણ જિલ્લાઓને પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત જાહેર કર્યા છે. કેબિનેટની બેઠકમાં બચાવ કામગીરીની ચર્ચા કરવામાં આવી હતી.

Petrol Diesel Price Today: ક્રૂડ ઓઇલના ભાવ તો ઘટ્યા, પણ પેટ્રોલ ડીઝલના ક્યારે ઘટશે ?