આ તબાહી વચ્ચે વર્ષ 2009ની હોલીવુડ ફિલ્મ "2012" નું દ્રશ્ય ચર્ચાનો વિષય બન્યું છે. ફિલ્મે 17 વર્ષ પહેલાં નેપાળમાં આ વિનાશની આગાહી કરી હતી.

ફિલ્મી દ્રશ્યો થયા હકીકત ? 

લોકો હવે આ દ્રશ્યોની તુલના નેપાળની આપત્તિના વીડિયો સાથે કરી રહ્યા છે, જે ફિલ્મમાં દર્શાવવામાં આવ્યા મુજબ જ દેખાય છે. જોન કુસેક, અમાન્ડા પીટ અને ચિવેટેલ એજીઓફોર અભિનીત ફિલ્મ "2012" ની આ વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વ્યાપકપણે શેર કરવામાં આવી રહી છે. વિનાશક પૂર પછી, નેપાળના પર્વતીય પ્રદેશોમાં પૂરના પાણીના અસંખ્ય ફોટા અને વીડિયો સામે આવ્યા છે. એક વ્યક્તિએ એક વિડીયો ક્લિપ શેર કરીને કહ્યું, એવું લાગે છે કે 2012ની ફિલ્મમાં આ આગાહી કરવામાં આવી હતી.

ફિલ્મના દ્રશ્યો ચર્ચામાં 

ફિલ્મના એક પ્રમોશનલ પોસ્ટરે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે, જેમાં એક બૌદ્ધ સાધુ પર્વતની ટોચ પર ઉભેલા દેખાય છે જ્યારે વિશાળ સુનામીના મોજા પર્વતોને ફાડી નાખે છે. પોસ્ટરમાં ટેગલાઇન પણ છે. અમને ચેતવણી આપવામાં આવી હતી." સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયો પર ટિપ્પણી કરતા લોકોએ કહ્યું છે કે, "નેપાળના આ દ્રશ્યો બિલકુલ 2012ની ફિલ્મ જેવા છે. બીજા વ્યક્તિએ કહ્યું, "તિબેટ-નેપાળ સરહદ પર આવેલા વિનાશક પૂરના સીસીટીવી ફૂટેજ હૃદયદ્રાવક છે!" તે એક વિનાશક દ્રશ્ય જેવું લાગે છે, જાણે કે ધ ડે આફ્ટર ટુમોરો અથવા 2012 જેવી ફિલ્મોમાંથી લેવામાં આવ્યું હોય.

લોકોને આપત્તિની કોઈ ચેતવણી મળી નહી 

કાઠમંડુ પોસ્ટ અનુસાર, પૂર ત્યારે આવ્યું જ્યારે ભોટેકોશીની ઉપનદી લહેન્ડે નદીના પ્રવાહને હિમપ્રપાતે અવરોધિત કર્યો અને સૌપ્રથમ નેપાળ-ચીન સરહદ નજીક રાસુવાગઢીમાં તિમુર વિસ્તારમાં ત્રાટક્યું. અહેવાલમાં જણાવાયું છે કે આ વિસ્તારમાં વરસાદની કોઈ આગાહી નહોતી, તેથી લોકોને આપત્તિની કોઈ ચેતવણી મળી ન હતી અને પૂર આવ્યું ત્યારે તેઓ તેમના રોજિંદા કાર્યોમાં વ્યસ્ત હતા.

આ પણ વાંચોઃ  SCO સમિટમાં પીએમ મોદી અને પુતિન વચ્ચે યોજાશે દ્વિપક્ષીય મુલાકાત, MEAએ કરી પુષ્ટિ