નેપાળમાં આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલનને પાંચ દિવસ વીતી ગયા હોવા છતાં સ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે. કુદરતી આફતના આ તાંડવમાં મૃત્યુઆંક વધીને 900 પર પહોંચી ગયો છે, જ્યારે 2,500થી વધુ લોકો હજુ પણ લાપતા છે. હજારો પરિવારો પોતાના સ્વજનોની શોધખોળ કરી રહ્યા છે, ત્યારે મોટી સંખ્યામાં અજાણ્યા મૃતદેહો મળી આવતા તેમની ઓળખના પુરાવા સાચવીને સામૂહિક અંતિમ સંસ્કાર અને દફનવિધિ કરવાની ફરજ પડી રહી છે.
અનેક વિસ્તારોમાં નદીઓનું જળસ્તર હજુ પણ વધેલું
અનેક વિસ્તારોમાં નદીઓનું જળસ્તર હજુ પણ વધી રહ્યું છે, જેના કારણે બચાવ અને રાહત કામગીરીમાં ભારે અડચણો આવી રહી છે. અત્યાર સુધીમાં રાહત ટીમો દ્વારા આશરે 9,435 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. મધ્ય નેપાળમાં ત્રિશુલી નદી બેકાબૂ બનતા ગોરખા જિલ્લાના ઘ્યાલચોક વિસ્તારને પૃથ્વી હાઇવે સાથે જોડતો આશરે 130 મીટર લાંબો ઘ્યાલચોક-ચરૌડી પુલ પાણીના ભારે પ્રવાહમાં ધોવાઈ ગયો છે. આ પુલ તૂટી જવાથી આસપાસના આશરે 400 પરિવારોનો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે. અગાઉ 26 ઓગસ્ટના રોજ ધાવડીઘાટ પુલ પણ તૂટી ગયો હતો, જેનાથી સ્થાનિક ખેડૂતો માટે દૂધ અને શાકભાજી જેવા કૃષિ ઉત્પાદનો બજાર સુધી પહોંચાડવા મુશ્કેલ બન્યા છે.
https://twitter.com/Rainmaker1973/status/2094098768341684431
