પોખરાથી કાઠમંડૂ આવી રહેલી એક મુસાફર બસ ત્રિશુલી નદીમાં ખાબકી ગઈ. આ અકસ્માતમાં મૃત્યુ પામનારાઓમાં 6 મહિલાઓ અને 12 પુરુષો સામેલ છે.આ દુર્ઘટનામાં કુલ 26 લોકોને હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતમાં વિદેશી પ્રવાસીઓ પણ સામેલ
અકસ્માતમાં વિદેશી પ્રવાસીઓ પણ સામેલ હતા. મૃતકો અને ઘાયલોમાં એક ન્યુઝીલેન્ડના નાગરિકનો પણ સમાવેશ થાય છે. ઘટનાસ્થળેથી તમામ ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા છે. કેટલાકની સારવાર સ્થાનિક હોસ્પિટલમાં ચાલી રહી છે, જ્યારે મોટાભાગના ઘાયલોને વધુ સારવાર માટે કાઠમંડૂ રિફર કરવામાં આવ્યા છે.
બસ પોખરાથી કાઠમંડુ તરફ જઈ રહી હતી
બસ રાત્રે લગભગ 1 વાગ્યે પૃથ્વી રાજમાર્ગ પરથી પોખરાથી કાઠમંડુ તરફ જઈ રહી હતી. બસ ધાદિંગના બેનીઘાટ રોરાંગ વિસ્તારમાં ત્રિશુલી નદીના કિનારે ખાબકી ગઈ. બસ રસ્તાથી અંદાજે 300 મીટર નીચે પટકાઈને ભારે નુકસાન પામેલી હાલતમાં મળી.
બસમાં કુલ 44 મુસાફરો સવાર હતા
બસમાં કુલ 44 મુસાફરો સવાર હતા. મૃતકોમાં એક પુરુષ અને એક મહિલા વિદેશી નાગરિક પણ સામેલ છે, બંને ન્યૂઝીલેન્ડના હોવાનું જણાવાયું છે. પોલીસ મુજબ અકસ્માત સમયે બસમાં કુલ 44 લોકો હતા. ઘાયલ 26 મુસાફરોને બચાવી વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે.
રાત્રિના અંધકારમાં ટોર્ચની રોશનીમાં બચાવ કાર્ય ચલાવવામાં આવ્યું. નાવની મદદથી મુસાફરોને લગભગ એક કિલોમીટર નીચેમાંથી બહાર લાવવામાં આવ્યા અને ત્યાંથી તેમને રસ્તા સુધી ઉપર લઈ જઈ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. દુર્ગમ સ્થળ, રાત્રિનો સમય અને રાહત સામગ્રીની અછતને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી. મુખ્ય જિલ્લા અધિકારી સુવેદીએ જણાવ્યું કે ટોર્ચની લાઇટમાં ઘાયલોને બચાવવામાં આવ્યા અને જરૂરી સામગ્રીની અછત અનુભવાઈ.
સુવેદીએ વધુમાં જણાવ્યું કે ઘટનાસ્થળેથી 8 મહિલાઓ, 18 પુરુષો અને એક બાળકી સહિત કુલ 27 લોકોને બચાવી વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં 6 મહિલાઓ અને 12 પુરુષોના મોત થયા છે.
દુર્ઘટનાસ્થળે સેના, સશસ્ત્ર પોલીસ દળ અને નેપાળ પોલીસની ટીમોએ સંયુક્ત રીતે બચાવ અભિયાન ચલાવ્યું. સશસ્ત્ર પોલીસ દળના વિપદ વ્યવસ્થાપન બેઝ આદમઘાટમાંથી ડીએસપી સુનિલ ગિરીના નેતૃત્વમાં ટીમ તેમજ કુરિનટાર સ્થિત તાલીમ કેન્દ્રમાંથી ડાઇવરોની ટીમ પણ રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ છે.
આ પણ વાંચો: Pakistan Airstrikes Afghan Border: અફગાન સરહદ પર પાકિસ્તાનની એરસ્ટ્રાઈક, 19 લોકોનાં મોત
