નેપાળ સેનાએ બીરગંજની શેરીઓમાં પેટ્રોલિંગ શરૂ કરી બદમાશોની ઓળખ કરી છે.

બે સમુદાયો વચ્ચે અથડામણ

નેપાળના રૌતહાટમાં બે સમુદાયો વચ્ચે હિંસા હજુ ઓછી થઈ નથી. ત્યારે દેશની આર્થિક રાજધાની બીરગંજમાં બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો હતો. જેમાં ઘણા તોફાનીઓ ઘાયલ થયા હતા. આ ઘટના બીરગંજના શ્રીપુરમાં બની હતી. રૌતહાટ હિંસા પર બે સમુદાયો એકબીજા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા અથડાયા હતા. ભીડે પથ્થરમારો શરૂ કર્યો હતો.

પોલીસે કર્યો લાઠીચાર્જ

ભીડને વિખેરવા અને કાબુમાં લેવા માટે, નેપાળ પોલીસે તોફાનીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. જેમાં ઘણા પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હતા. પરિસ્થિતિ નિયંત્રણમાં છે. પરંતુ હજુ પણ તણાવપૂર્ણ પરિસ્થિતિ છે. નેપાળ સેનાએ હવે બીરગંજ શહેરની શેરીઓમાં પેટ્રોલિંગ શરૂ કર્યુ છે. નેપાળ પોલીસ બદમાશોની ઓળખ કરી રહી છે. આ ઘટના બાદ, SSB અને નેપાળ સશસ્ત્ર દળોએ ભારત-નેપાળ સરહદ પર રક્સૌલ સરહદ પર સુરક્ષા કડક કરી દીધી છે.

કર્ફ્યુ અનિશ્ચિત સમય માટે લંબાવાયો

નેપાળમાં મધેસ પ્રાંતના ગૌર નગરપાલિકામાં બે સમુદાયો વચ્ચે થયેલા અથડામણ બાદ લાદવામાં આવેલ કર્ફ્યુ રવિવારે અનિશ્ચિત સમય માટે લંબાવવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટી કાર્યાલયે નોટિસ બહાર પાડી છે. અને જણાવ્યું હતું કે, રવિવારે સવારે 8:30 વાગ્યાથી મુદબલવા ગેટની પૂર્વમાં, લાલબકૈયા ડેમની પશ્ચિમમાં, બામ કેનાલની ઉત્તરે અને ગૌર કસ્ટમ્સ ઓફિસની દક્ષિણમાં આવેલા વિસ્તારોમાં આગામી સૂચના સુધી કર્ફ્યુ અમલમાં રહેશે.

આ પણ વાંચોઃ Bangladesh News: મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશમાં ત્રણવાર બળવાનો કર્યો હતો પ્રયાસ, જાણો રાષ્ટ્રપતિએ શું કહ્યુ?