નેપાળમાં ભ્રષ્ટાચાર વિરોધી પ્રદર્શન વચ્ચે પીએમ કેપી શર્મા ઓલીએ રાજીનામું આપી દીધુ. હિંસક વિરોધ પ્રદર્શનમાં 19 લોકોના મોત નિપજ્યા છે અને સરકારી મિલકતોને આગ લગાવી દીધી. પરિસ્થિતિ સંભાળવા માટે નેપાળ આર્મી તૈનાત કરવામાં આવી છે. ભારત-નેપાળ સીમ પર પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે જેથી ઉપદ્રવી તત્વ ભારતમાં હિંસા ન ફેલાવી શકે.
બાંકે જેલ અને સુધાર ગૃહમાં સુરક્ષા બળોનું ફાયરિંગ
નેપાળની બાંકે જિલ્લાની નૌબસ્તા સ્થિત જેલમાં અને કિશોર સુધાર ગૃહમાં થયેલી અથડામણમાં પાંચ લોકોના મોત નીપજ્યા છે. અથડામણ દરમિયાન 585 કેદીઓમાંથી 149 કેદીઓ અને અટકાયતમાં રાખેલા 176 કેદીઓમાંથી 76 કેદીઓ ભાગી ગયા.પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સશસ્ત્ર પોલીસે ગોળીબાર કર્યો.આ દરમિયાન 7 લોકો ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. સારવાર દરમિયાન તેમનુ મોત નીપજ્યુ છે. પરિસ્થિતિ બગડવા પર નેપાળ સેનાને હાલ દરેક જગ્યા પર તૈનાત કરવામાં આવ્યા છે.










