નેપાળમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બેન હટાવ્યા છતાં ઓલી સરકાર વિરુદ્ધ યુવાઓનું હિંસક પ્રદર્શન ચાલુ છે.આ હિંસક પ્રદર્શન વચ્ચે નેપાળના પીએમ કેપી શર્મા ઓલીએ રાજીનામું આપ્યુ છે. મહત્વનું છે કે આ હિંસક પ્રદર્શન બાદ અનેક મંત્રીઓએ રાજીનામાં આપ્યા છે. 


કેપી શર્મા ઓલીએ પીએમ પદેથી આપ્યું રાજીનામું

મળતી માહિતી પ્રમાણે ગઇ કાલથી ઝેન-ઝી યુવાનો હિંસક પ્રદર્શન કરી રહ્યા છે. વડાપ્રધાને સોશિયલ મીડિયા પરથી બેન પણ હટાવવાની વાત કરી. પરંતુ તેમ છતાં આજે સતત બીજા દિવસે નેપાળમાં ઠેર ઠેર જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન યથાવત રહ્યા છે.તેની વચ્ચે વડાપ્રધના કેપી શર્મા ઓલીએ તેમના પદેથી રાજીનામું આપી દીધું છે. માહિતી અનુસાર, રાજધાની સહિત સમગ્ર દેશમાં વધી રહેલા બળવે કારણે પીએમ કેપી શર્મા ઓલીએ રાજીનામું આપ્યું છે. આ પહેલા હિંસક વિરોધ-પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને તેમણે સર્વદલિય બેઠક પણ બોલાવી હતી.

Nepali કોંગ્રેસ અધ્યક્ષના ઘરે તોડફોડ અને આગચંપી

નેપાળમાં કેપી ઓલીની સરકારમાં સહયોગી રહી ચૂકેલી નેપાળી કોંગ્રેસના અધ્યક્ષ શેર બહાદુર દેઉવાના નિવાસ પર પ્રદર્શનકારીઓએ હુમલો કર્યો. તેમના ઘરમાં ઘુસી જઈને આગચંપી કરવામાં આવી. અંદાજે અડધા ડઝન કરતા વધુ વાહનોએ આગ ચાંપી દેવામાં આવી. પોલીસ અને સુરક્ષા દળોએ ઘટના સ્થળે પહોંચી સ્થિતિ નિયંત્રિત કરવાની કોશિશ કરી. રાજધાની કાઠમાંડુમાં હાલાત તણાવપૂર્ણ છે અને તંત્ર એલર્ટ પર છે.

નેપાળના પૂર્વ PM પ્રચંડના ઘરમાં આગચંપી

Gen-Zના યુવાનો નેપાળમાં ચાલતા આંદોલનમાં આગળ છે. પ્રદર્શનકારીઓએ લલિતપુરમાં CPN માઓવાદી સેન્ટરના અધ્યક્ષ અને પૂર્વ વડાપ્રધાન પુષ્પ કમલ દહાલ ‘પ્રચંડ’ના નિવાસ પર હુમલો કરીને ત્યાં આગ લગાવી દીધી.મહત્વનુ છે કે સોશિયલ મીડિયા બેનને લઇને યુવાનો જે વિરોધ પ્રદર્શન કરવા રસ્તા પર ઉતર્યા તે પ્રદર્શન હજુ પણ થમ્યુ નથી. કર્ફ્યુ અને પોલીસ સામે પણ યુવકોએ આજ સવારથી જ ફરી રસ્તા પર ઉતર્યા છે. સમાચાર અપડેટ થઇ રહ્યા છે

  • Follow us on: