નેપાળમાં 8 સપ્ટેમ્બરના રોજ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની અને સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવવાની માંગ સાથે Gen-Z વિરોધ પ્રદર્શન શરૂ થયું હતું. ત્યારબાદ આ વિરોધ હિંસક બન્યો. વિરોધ પ્રદર્શન દરમિયાન અત્યાર સુધીમાં લગભગ 50 લોકોનાં મોત થયા છે. ત્યારબાદ શનિવારે નેપાળના ભૂતપૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલી વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી.


આખો દેશ સળગી ઉઠ્યો હતો

ઉલ્લેખનિય છે કે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની અને સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવવાની માંગ સાથે Gen-Z વિરોધ પ્રદર્શન શરૂ થયું હતું અને તે પ્રદર્શન એટલું બધુ હિંસક બન્યું હતું કે આખો દેશ સળગી ઉઠ્યો હતો. નેપાળના વડાપ્રધાન કોલી સહિત તમામ મંત્રીઓને રાજીનામા આપવા પડ્યા હતા અને રાતોરાત દેશ છોડીને ભાગવું પડ્યું હતું.

 સંસદ પર કબજો કરી લીધો હતો

આ પ્રદર્શનમાં ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓએ નેપાળની સંસદ પર કબજો કરી લીધો હતો અને તેને આગ લગાવી દીધી. વિરોધ પ્રદર્શનમાં હોટલો તથા વડાપ્રધાન કાર્યાલયને પણ સળગાવી દેવાયુ હતું વિરોધ પ્રદર્શન બાદ તત્કાલીન પીએમ કેપી શર્મા ઓલી સહિત ઘણા નેતાઓ દેશ છોડીને ચાલ્યા ગયા હતા.

પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલી વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી

ત્યારબાદ આંદોલનકારીઓ અને નેપાળના રાષ્ટ્રપતિ તથા આર્મી ચીફે મામલાની ગંભીરતાથી ચર્ચા કરીને વચગાળાની સરકારના વડા તરીકે નેપાળની સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીનું નામ નક્કી કર્યું હતું. શુક્રવારે સુશીલા કાર્કીએ નેપાળમાં વચગાળાના પીએમ તરીકે શપથ લીધા. ત્યારબાદ શનિવારે નેપાળના પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલી વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી.

  • Follow us on: