આ નવું દળ વાપડા સુરક્ષા દળ કહેવાશે. તેનો આદેશ દેશમાં મુખ્ય બંધો, વીજળી અને પાણીના પ્રોજેક્ટ્સનું રક્ષણ કરવાનો રહેશે.
પાવર પ્રોજેક્ટ્સનું રક્ષણ
પાકિસ્તાન સરકાર ચીની ઇજનેરો અને કામદારોના રક્ષણ માટે એક નવી વાપડા સુરક્ષા દળ બનાવી રહી છે. આ દળ મુખ્ય બંધો અને પાવર પ્રોજેક્ટ્સનું રક્ષણ કરશે. દાસુ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ પર થયેલા આતંકવાદી હુમલા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં અનેક ચીની અને પાકિસ્તાની નાગરિકો માર્યા ગયા હતા. જ્યાં ચીની નાગરિકો કામ કરી રહ્યા છે. પાકિસ્તાની સરકારે વાપડા સુરક્ષા દળ અધિનિયમ 2026નો મુસદ્દો તૈયાર કર્યો છે, જે સંસદમાં રજૂ કરવામાં આવશે.
અલગ દળની જરૂર કેમ ?
અધિકારીએ કહ્યુ હતુ કે, અગાઉ, ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર સંબંધિત પ્રોજેક્ટ્સને પાકિસ્તાન સેના તરફથી ખાસ સુરક્ષા મળતી હતી. સેનાના બે ખાસ સુરક્ષા વિભાગો બલુચિસ્તાનથી ગિલગિટ-બાલ્ટિસ્તાન સુધી સુરક્ષા સંભાળતા હતા. જોકે, આ સુરક્ષા વ્યવસ્થામાં ઘણા વાપડા પ્રોજેક્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. જેના કારણે અલગ દળ બનાવવાની જરૂર પડી હતી.
CPEC જેવી સુરક્ષા પૂરી પાડવામાં આવે
દાસુ પ્રોજેક્ટ પરના હુમલા પછી, ચીને ત્યાં એક વર્ષથી વધુ સમય માટે કામ બંધ કર્યુ હતુ. બાદમાં, પાકિસ્તાન સરકારે વાતચીત કરી, વળતર આપ્યું અને કામ ફરી શરૂ કરાવ્યુ હતુ. જો કે, આનાથી પ્રોજેક્ટનો ખર્ચ વધ્યો અને નોંધપાત્ર વિલંબ થયો. ત્યારબાદ, પાકિસ્તાને અન્ય ચીન સંબંધિત પ્રોજેક્ટ્સને લશ્કરી જેવી સુરક્ષા પૂરી પાડવાનું શરૂ કર્યું. હવે, વડા પ્રધાને નિર્દેશ આપ્યો છે કે જ્યાં પણ ચીની નાગરિકો કામ કરી રહ્યા છે, ત્યાં CPEC જેવી સુરક્ષા પૂરી પાડવામાં આવે.
વાપડા દળ કેવી રીતે કામ કરશે ?
નવા વાપડા સુરક્ષા દળનું નેતૃત્વ એક ડિરેક્ટર જનરલ કરશે. જે લશ્કરમાંથી લેવામાં આવશે. આ દળનો પોતાનો ગણવેશ, બેજ અને અલગ ઓળખ હશે. તે દેશના વિવિધ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવશે. તે ડેમ, પાવર પ્લાન્ટ, મશીનરી, ઓફિસો, કર્મચારીઓ અને તેમના ઘરોનું રક્ષણ કરશે. ચીની ઇજનેરો અને કામદારોને તેમની મુસાફરી દરમિયાન સુરક્ષા પણ પૂરી પાડવામાં આવશે. આ પોલીસ, રેન્જર્સ અને ગુપ્તચર એજન્સીઓના સહયોગથી કરવામાં આવશે. કાયદાના ડ્રાફ્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો ફરજ પર રહેલા સૈનિકો અને અધિકારીઓ કાયદાની અંદર રહીને કાર્ય કરશે તો તેમની સામે કાર્યવાહી કરવી સરળ રહેશે નહીં.
આ પણ વાંચોઃ Ceiling Fanમાં કેમ હોય છે માત્ર 3 બ્લેડ? જાણો તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ
