અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં મકાનોના ભાડાને લઈને સોશિયલ મીડિયા પર એક નવી અને મોટી ચર્ચા શરૂ થઈ ગઈ છે. ન્યૂ યોર્ક નિવાસી કન્ટેન્ટ સર્જક અને ઉદ્યોગસાહસિક ખુશી જૈને એક વીડિયોમાં ખુલાસો કર્યો છે કે મેનહટન વિસ્તારમાં બે બેડરૂમવાળા (2BHK) એપાર્ટમેન્ટનું માસિક ભાડું ૧૦,૦૦૦ ડૉલર એટલે કે ભારતીય રૂપિયા પ્રમાણે આશરે ૧ મિલિયન (૧૦ લાખ રૂપિયા) સુધી પહોંચી શકે છે. આ વાયરલ વીડિયો ફાઇનાન્શિયલ ઇન્ફ્લુએન્સર શરણ હેગડે સાથેની વાતચીત દરમિયાન સામે આવ્યો હતો.
ભારતીય મહિલાએ વીડિયો વાયરલ કર્યો
ખુશી જૈને સ્પષ્ટતા કરી હતી કે જ્યારે તે ઘર શોધી રહી હતી, ત્યારે મેનહટનમાં ૧૦,૦૦૦ ડૉલરથી ઓછી કિંમતે યોગ્ય એપાર્ટમેન્ટ શોધવું મુશ્કેલ બન્યું હતું. આ ઊંચા ખર્ચને કારણે આખરે તેણે મેનહટનથી બહારના વિસ્તારો તરફ જોવાનું નક્કી કર્યું હતું. તેમણે જણાવ્યું કે બ્રુકલિન, ક્વીન્સ, લોંગ આઇલેન્ડ સિટી અને એસ્ટોરિયા જેવા વિસ્તારોમાં આ જ પ્રકારના એપાર્ટમેન્ટ દર મહિને ૫,૦૦૦ થી ૬,૦૦૦ ડૉલરના ભાડામાં મળી શકે છે, જે મેનહટન કરતા ઘણા ઓછા છે.
https://www.instagram.com/reel/DdmLZpkM88f/?utm_source=ig_web_copy_link&stkn=NTc4MTIwNjQ2YQ==
