અમેરિકાના ઈતિહાસમાં પ્રથમ વખત એક દોષિતને ગોળી મારીને મૃત્યુદંડ આપવામાં આવનાર છે; ખાસ વાત એ છે કે સમગ્ર દેશ ટેલિવિઝન પર આ મૃત્યુદંડની પ્રક્રિયાનું જીવંત પ્રસારણ જોશે. આ સજાનો સામનો કરી રહેલી વ્યક્તિ 13 લોકોની હત્યા માટે દોષિત ઠેરવ્યા હતા. તેને 2009માં ટેક્સાસમાં બનેલી ગોળીબારની ઘટનાના સંબંધમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. 3 ડિસેમ્બર, 2026ના રોજ તેને ગોળી મારીને મૃત્યુદંડ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આ ઘટનાનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. 13 લોકોની હત્યા કરનાર વ્યક્તિ મેજર નિદાલ મલિક હસન છે.
નિદાલ મલિક હસન કોણ છે?
તે યુએસ આર્મીમાં ભૂતપૂર્વ મેજર છે. નિદાલનો જન્મ 8 સપ્ટેમ્બર, 1970ના રોજ વર્જિનિયામાં થયો હતો. તેના માતા-પિતા પેલેસ્ટિનિયન મૂળના અમેરિકન નાગરિકો હતા. યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થાયી થયા પહેલાં તેઓ જેરુસલેમ નજીક વેસ્ટ બેંકના અલ-બિરેહ શહેરમાં રહેતા હતા. નિદાલ હસનના પિતાનું 1998માં 51 વર્ષની વયે અવસાન થયું હતું અને તેના માતાનું ત્રણ વર્ષ બાદ 49 વર્ષની વયે મૃત્યુ થયું હતું. તેનો એક ભાઈ વર્જિનિયામાં અને બીજો જેરુસલેમમાં રહેતો હતો.
યુએસ આર્મી મેડિકલ વિભાગમાં અધિકારી બન્યા
નિદાલ હસન સ્નાતક થયા પછી 1988માં યુએસ આર્મીમાં જોડાયા હતા. તેમની સેવા દરમિયાન તેમણે તેમનું કોલેજ શિક્ષણ ચાલુ રાખ્યું અને 1992માં વર્જિનિયા વેસ્ટર્ન કોમ્યુનિટી કોલેજમાંથી વિજ્ઞાનમાં 'એસોસિયેટ ડિગ્રી' મેળવી. 1997માં તેમની આર્મી મેડિકલ વિભાગમાં અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
નિદાલ મલિકે 13 લોકોના જીવ કેવી રીતે લીધા?
5 નવેમ્બર, 2009ના રોજ, નિદાલ જે તે સમયે આર્મી મેજર તરીકે ફરજ બજાવતા હતા. પિસ્તોલ લઈને ફોર્ટ હૂડ આર્મી બેઝની એક ઇમારતમાં પ્રવેશ્યા અને આડેધડ ગોળીબાર શરૂ કર્યો. આ હુમલામાં ગર્ભવતી સૈનિક સહિત કુલ 13 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દરમિયાન 32 લોકો ઘાયલ પણ થયા હતા. હુમલા દરમિયાન નિદાલને પણ ગોળી વાગી હતી, જેના પરિણામે કમરથી નીચેનો ભાગ લકવાગ્રસ્ત થઈ ગયો હતો. ત્યારબાદ કોર્ટ-માર્શલ બાદ તેમને સેનામાંથી બરતરફ કરવામાં આવ્યા હતા.
શું સેનાએ મૃત્યુદંડની માંગણી કરી હતી?
સેનાએ તેના માટે મૃત્યુદંડની માંગણી કરી હતી. તેણે હુમલો કર્યો હોવાની કબૂલાત પણ કરી હતી. ફોર્ટ હૂડ લશ્કરી મથક ખાતે 'ફાયરિંગ સ્ક્વોડ' દ્વારા તેને મૃત્યુદંડ આપવામાં આવશે. 1961 પછી અમેરિકી સેનામાં મૃત્યુદંડની સજાનો અમલ થવાની આ પ્રથમ ઘટના હશે; ત્યારથી અમેરિકી સેનાએ કોઈ પણ દોષિતને મૃત્યુદંડ આપ્યો નથી. પેન્ટાગોનના જણાવ્યા અનુસાર, આ અમલીકરણનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.
આ પણ વાંચો: CJP વિરોધ વચ્ચે અભિજીત દીપકે માટે ખરાબ સમાચાર, દાદીનું 85 વર્ષની વયે થયું નિધન