ઇરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના 12 દિવસ બાદ આજે યુદ્ધવિરામની જાહેરાત થઇ છે. જેનાથી મિડલ ઇસ્ટમાં શાંતિ પરત ફરે તેવી આશા છે. ઇરાને સોમવારે 23 જૂન 2025ની રાત્રે કતરમાં અમેરિકાના સ્થળો પર હુમલો કર્યો અને કહ્યું કે અમેરિકાએ અમારી પર જેટલા બોમ્બ વિસ્ફોટ કર્યા હતા અમે પણ તેની પર એટલા જ બોમ્બ વરસાવ્યા. ભારતમાં હાજર ઇરાની રાજદૂત ઇરાજ ઇલાહીએ જણાવ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલના પીએમ બેન્ઝામિન નેતન્યાહૂ પર ભરોસો કરી શકાતો નથી.
શું બોલ્યુ ઇરાન ?
ઇરાની રાજદૂતે જણાવ્યું કે ઇઝરાયલ અને ઇરાન વિરુદ્ધ સૈન્ય આક્રમણ કર્યુ. જેમાં રહેણાંક વિસ્તારો, એમ્બ્યુલન્સ, હોસ્પિટલને નિશાનો બનાવવામાં આવ્યુ છે. તેમણે કહ્યું કે અમે અમારા લોકો, રાષ્ટ્રીય હિતો અને અમારી સંપ્રભૂતાની રક્ષા કરવા માટે સંપૂર્ણ રીતે ગંભીર છીએ. તેમણે ચેતાવણી આપતા કહ્યું કે જો અમેરિકા ફરીથી આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરે છે અને અમારી પર હુમલો કરે છે તો તેને ફરીથી કડક જવાબ મળશે.
યુદ્ધ વિરામની કરી હતી જાહેરાત
મહત્વનું છે તે આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને દાવો કર્યો હતો કે ઇઝરાયલ અને ઇરાન વચ્ચે પૂર્ણ યુદ્ધવિરામ પર સિદ્ધાંત રૂપમાં સહમતી બની છે. જેનાથી 12 દિવસથી ચાલતા યુદ્ધનો અંત આવશે. ટ્રમ્પે લખ્યું કે બધાને અભિનંદન. ઇરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામને લઇને સહમતિ બની ગઇ છે જે 6 કલાકની અંદર પૂર્ણ રીતે યુદ્ધ વિરામ લાગુ થશે.
પહેલા ઇરાન 12 કલાક યુદ્ધ વિરામનું પાલન કરશે અને પછી ઇઝરાયલ. જેના 24 કલાક પછી યુદ્ધ સમાપ્ત માનવામાં આવશે. ટ્રમ્પે બંને દેશોની હિંમત, બુદ્ધિમતા અને સહનશક્તિની પ્રશંસા કરતા કહ્યું કે આ યુદ્ધ વર્ષો સુધી ચાલી શકતુ હતું અને આખા મધ્ય પૂર્વને તબાહ કરી શકતુ હતું. પરંતુ તેમ ન થયુ અને આવુ ક્યારેય થશે પણ નહી.
શું છે નેતન્યાહૂની પ્રતિક્રિયા
ઇઝરાયલ પીએમ નેતન્યાહૂએ સીઝફાયર માટે ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો હતો. આ સાથે જ તેમણે જણાવ્યું કે સીઝફાયરનું પાલન કરવુ જરૂરી છે. જો ઉલ્લંઘન કરાશે તો કડક જવાબ મળશે તેમ કહ્યું. સાથે જ કહ્યું કે ઇરાનનો પરમાણુ ખતરો ઓછો કર્યો છે. આ સાથે જ તેમણે સીઝફાયરના નિર્ણયનો સ્વીકાર કરીને ટ્રમ્પનો આભાર માન્યો અને કહ્યું કે અમે અમારો લક્ષ્ય હાંસલ કર્યો છે.