કિમ જોંગ યો ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગની નાની બહેન છે. 37 વર્ષીય કિમ જોંગ યોએ વર્ષ 2007માં રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. કિમ જોંગ યો 17 વર્ષની હતી. વર્ષ 2014માં કિમ જોંગ જયારે બીમાર થયા હતા. ત્યારે કિમ જોંગ યોએ સત્તાનું સુકાન સંભાળ્યુ હતુ. કિમ જોંગ યોએ ઇત્તર કોરિયાના દુશ્મન અમેરિકા અને દક્ષિણ કોરિયા પર નિશાન સાધ્યુ છે. 23 દિવસમાં આ 3 વાર કિમ જોંગ યોએ દુશ્મન દેશો પર પ્રહાર કર્યા છે.
23 દિવસમાં કિમ જોંગ યોના 3 મોટા નિવેદનો
1. 28 જુલાઈના રોજ કિમ જોંગ ઉનની બહેન કિમ જોંગ યોએ અમેરિકા અને દક્ષિણ કોરિયા વિરુદ્ધ નિવેદન આપ્યું. યોંગ જોએ કહ્યું કે અમે ત્યારે જ વાત કરીશું જ્યારે અમેરિકા સ્વીકારે કે આપણે પરમાણુ સમૃદ્ધ દેશ છીએ.
2. 14 ઓગસ્ટના રોજ કિમ જોંગની બહેને ફરીથી દક્ષિણ કોરિયા અને અમેરિકા અંગે નિવેદન આપ્યું. કિમની બહેને કહ્યું કે દક્ષિણ કોરિયા આપણા વિરુદ્ધ પ્રચાર ફેલાવી રહ્યું છે. દક્ષિણ કોરિયા વિરુદ્ધ પ્રચાર ફેલાવતો કોઈ લાઉડસ્પીકર અહીંથી દૂર કરવામાં આવ્યો નથી.
3. કિમ જોંગ યોએ 20 ઓગસ્ટના રોજ ફરીથી દક્ષિણ કોરિયા અને અમેરિકા પર હુમલો કર્યો છે. કિમની બહેને દક્ષિણ કોરિયા અને અમેરિકન લશ્કરી અભ્યાસની નિંદા કરી છે.
ઉત્તરાધિકારી માટે અટકળો તેજ
સરમુખત્યાર કિમ જોંગે તેમની પુત્રીને રાજકારણમાં સક્રિય કરી છે. કિમ જોંગ ઉનની 14 વર્ષની પુત્રી ઉત્તર કોરિયાના રાજકારણમાં સતત સક્રિય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભત્રીજીની રાજકારણમાં સક્રિયતાએ કિમ જોંગ યોને પણ પરેશાન કર્યા છે. જોકે, અત્યાર સુધી ઉત્તર કોરિયાની સરકાર કે કિમ પરિવારે ઉત્તરાધિકારના મુદ્દા પર કોઈ ટિપ્પણી કરી નથી. કિમ જોંગ યોની સક્રિયતાને ઉત્તરાધિકાર સાથે પણ જોડી દેવામાં આવી રહી છે.