થોડા સમયમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દક્ષિણ કોરિયાની મુલાકાત લેવાના હતા, જોકે આ મુલાકાત પહેલા ઉત્તર કોરિયાએ બેલિસ્ટિક મિસાઇલ લોન્ચ કરી હોય એવા સમાચાર સામે આવ્યા છે.
ઉત્તર કોરિયાએ બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું
દક્ષિણ કોરિયા સાથેના આડવેરમાં ઉત્તર કોરિયાએ બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હોય એ વાત બિલકુલ સામાન્ય લાગી શકે છે, પરંતુ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દક્ષિણ કોરિયાની મુલાકાત લેવાના હોય અને એવા સમય દરમિયાન પાંચ મહિનાના વિરામ પછી ઉત્તર કોરિયા બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કરે એ નિષ્ણાતોના મત મુજબ એક ગર્ભિત સંદેશો પણ હોય શકે છે કેમ કે દક્ષિણ કોરિયાની સેનાએ આ વાતની પુષ્ટિ કરી છે.













