દક્ષિણ કોરિયામાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી. આ મુલાકાત બાદ સંયુક્ત રાજ્ય અમેરિકાના યુદ્ધ સચિવ પીટ હેગસેથનુ ટ્વીટ સામે આવ્યુ, જેમાં તેમણે જણાવ્યુ કે મે હમણાં જ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરી. અમે એ વાત પર સહમત છીએ કે અમેરિકા અને ચીન વચ્ચે સંબંધ પહેલા ક્યારેય એટલા સારા નહોતા. આ સિવાય તેમણે એમ પણ કહ્યુ કે શાંતિ, સ્થિરતા અને સારાં સંબંધ બંને દેશો માટે સૌથી સારો રસ્તો છે.


શાંતિને પ્રોત્સાહન આપવામાં આવશેઃ હેગસેથ

ટ્રમ્પ અને શી જિનપિંગની મુલાકાત સિવાય હેગસેથે ચીનના રાષ્ટ્રીય રક્ષા પ્રધાન એડમિરલ ડોંગ જુન સાથે થયેલી મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે મારી અને એડમિરલની વચ્ચે પણ સારી એવી ચર્ચા થઈ. તેમનું કહેવું છે કે રક્ષા વિભાગ શાંતિને પ્રોત્સાહન આપવા માટેનું કામ ચાલુ રાખશે. એડમિરલ પણ આ વાત સાથે સહમત છે કે શાંતિ, સ્થિરતા અને સારા સંબંધો આપણા માટે શ્રેષ્ઠ માર્ગ છે.

હેગસેથે માહિતી આપતાં કહ્યું કે, અમારે કોઈપણ પ્રકારની સમસ્યા અને તણાવ ઘટાડવા માટે મિલિટરી-ટુ-મિલિટરી ચેનલ સ્થાપિત કરવી જોઈએ. આ માટે બંને દેશો વચ્ચે વધુ બેઠકો યોજવાની પણ ચર્ચા થઈ. હેગસેથે કહ્યું કે, ભગવાન ચીન અને અમેરિકા બંનેને આશીર્વાદ આપે.

બંને દેશો વચ્ચેના સંબંધો સુધરી રહ્યા છે

જણાવી દઈએ કે, મે મહિનામાં ટ્રમ્પે ટેરિફ્સની જાહેરાત કરી હતી, જેના પછી અનેક દેશોમાં હલચલ મચી ગઈ હતી, જેમાં ચીન પણ સામેલ હતું. ત્યારબાદ ચીનએ અમેરિકન સોયાબીનની ખરીદી બંધ કરી દીધી હતી. જોકે, હવે બંને દેશો વચ્ચે ઘણા મુદ્દાઓ પર સહમતિ થઈ ગઈ છે. તેમાં સોયાબીન અને કૃષિ ઉત્પાદનોની ખરીદી ફરી શરૂ કરવાની વાત પણ કરવામાં આવી છે.

  • Follow us on: