પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વાતચીત દરમિયાન તત્કાલ યુદ્ધ વિરામ પર સહમતિ સધાઇ છે. આ જાહેરાત કતારના વિદેશ મંત્રાલય તરફથી કરવામાં આવ્યુ છે. બંને દેશો બોર્ડક પર તણાવ ઓછો કરવા અને શાંતિ સુનિશ્ચિત કરવા માટે એક બીજા સાથે તાલમેલ વધારવાનો નિર્ણય લીધો છે.
કતારના વિદેશ મંત્રાલયએ રવિવારે જાહેરાત કરી કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન કતારના દોહામાં આયોજિત વાર્તા દરમિયાન તત્કાલ યુદ્ધ વિરામ પર સહમત થયા છે. તુર્કીની મધ્યસ્થતામાં થઇ રહેલી આ વાતનો ઉદ્દેશ્ય એક સપ્તાહથી ચાલી રહેલા ભીષણ સીમા સંઘર્ષને સમાપ્ત કરવુ છે. જેમાં અનેક લોકો માર્યા ગયા અને અનેક લોકો ઘાયલ પણ થયા છે.
બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ પર સહમતિ
મળતી માહિતી પ્રમાણે કતાર દ્વારા કહેવામાં આવ્યુ છે કે બંને પક્ષ આવનારા દિવસોમાં વધુ બેઠક કરવા પર સહમત થયા છે, જેથી યુદ્ધ વિરામ સ્થાયી અને આ રીતે જ લાગુ કરવામાં આવી શકે. આ વાતચીત સીમા પર થયેલી હાલની લડાઇ બાદ થઇ છે. જેમાં અનેક લોકો માર્યા ગયા અને હજારો લોકો ઘાયલ પણ થયા.આ 2021માં તાલિબાનની સત્તામાં પાછા આવ્યા બાદથી બંને દેશો વચ્ચેનુ સૌથી ગંભીર સંઘર્ષ છે.અફઘાન અધિકારીઓના જણાવ્યા અનુસાર કાબુલ પ્રતિનિધિમંડળનુ નેતૃત્વ રક્ષી મંત્રી મુલ્લા મોહ્હમદ યાકૂબે કર્યુ, જ્યારે પાકિસ્તાન તરફથી રક્ષા મંત્રી ખ્વાજા આસિફ તાલિબાનન પ્રતિનિધિઓ સાથે વાતચીતમાં સામેલ રહ્યા.
પાકિસ્તાનનો આરોપ
પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે કહ્યુ કે વાતચીતનુ મુખ્ય લક્ષ્ય એ છે કે અફઘાનિસ્તાનથી પાકિસ્તાનની સીમા પાર આતંકવાદને રોકી શકાય અને પાકિસ્તાન-અફઘાનિસ્તાન સીમા પર શાંતિ અને સ્થિરતા બનેલી રહે, હિંસા ત્યારે શરૂ થઇ જ્યારે ઇસ્લામાબાદે કાબુલથી એ આતંકવાદીઓને રોકવાની માગ કરવામાં આવી જે સીમા પારથી પાકિસ્તાનમાં હુમલો કરી રહ્યા હતા.
તાલિબાનનો પલટવાર
તો બીજી તરફ તાલિબાને આતંકવાદીઓને પનાહ આપવાનો સ્પષ્ટ પણ ઇનકાર કર્યો અને પાકિસ્તાન પર ખોટી સૂચના ફેલાવવાનો અને અફઘાનિસ્તાનને અસ્થિર કરવા માટે ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા સમૂહોને સમરઅથન કરવાનો આરોપ લગાવ્યો છે. જોકે પાકિસ્તાને આ આરોપોને નકારી કાઢ્યા છે અને કહે છે કે આતંકવાદીઓ લાંબા સમયથી દેશમાં સરકારને ઉખાડી ફેંકવા અને સખ્ત ઇસ્લામિક શાસન લાગુ કરવાની યોજના બનાવી.