ભારતીય અને અજાણ્યા હુમલાખોરોના ભયને કારણે 'ઓપરેશન સિંદૂર' પછી આ પગલું લેવામાં આવ્યું હતું.
અજાણ્યા હુમલાઓનો ભય
પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIએ ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ, હાફિઝ સઈદ અને મસૂદ અઝહરને સલામત સ્થળોએ ખસેડ્યા છે. ભારત અને અજાણ્યા બંદૂકધારીઓ તરફથી હુમલાઓના ભયને કારણે ગયા અઠવાડિયે બંને લોકોને નવા સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. લશ્કર-એ-તૈયબાના સ્થાપક અને વડા સઈદને લાહોરના જોહર ટાઉનથી રાવલપિંડીના ગેરીસન ગ્રાઉન્ડ વિસ્તારમાં ખસેડાયો છે. જે પાકિસ્તાનના સિંધ પ્રાંતના નવાબશાહમાં ISI નિયંત્રિત સેફહાઉસમાં મોકલાયો છે.
'ઓપરેશન સિંદૂર'થી આતંકવાદીઓમાં ગભરાટ
'ઓપરેશન સિંદૂર'દ્વારા સર્જાયેલા ભયને કારણે આ સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેણે પાકિસ્તાનમાં મુખ્ય આતંકવાદી માળખાને નષ્ટ કરી દીધું હતું. એજન્સીને ભારત દ્વારા નવી લશ્કરી કાર્યવાહીનો ડર છે અને તાજેતરના મહિનાઓમાં પાકિસ્તાનની ધરતી પર ઘણા ભારત વિરોધી આતંકવાદીઓને મારી નાખનારા અજાણ્યા બંદૂકધારીઓથી પણ ખતરો અનુભવે છે. હાફિઝ સઈદની આસપાસ સુરક્ષા વધારાઇ છે. અને તેની ગતિવિધિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેણે લશ્કરના સભ્યો સાથે રૂબરૂ મળવાનું બંધ કરી દીધું છે અને હવે તે ફક્ત ઓડિયો સંદેશાઓ દ્વારા જ તેમની સાથે વાતચીત કરી રહ્યો છે.
મસૂદ અઝહરનો પસંદગીના વ્યક્તિઓ સાથે સંપર્ક
જૈશ-એ-મોહમ્મદ પણ 'ઓપરેશન સિંદૂર' દરમિયાન થયેલા નુકસાનમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ જૂથના મુખ્ય મથક, બહાવલપુરમાં મરકઝને ઓપરેશન દરમિયાન નોંધપાત્ર નુકસાન થયું હતું. જેના કારણે તેની કામગીરી પર નોંધપાત્ર અસર પડી હતી. દરમિયાન, મસૂદ અઝહરે સંગઠનના સભ્યો સાથેનો પોતાનો સંપર્ક નોંધપાત્ર રીતે મર્યાદિત કર્યો છે. તે હવે કેટલાક વરિષ્ઠ કમાન્ડરો સહિત માત્ર પસંદગીના કેટલાક લોકોના સંપર્કમાં હોવાનું કહેવાય છે.
આ પણ વાંચોઃ NATOમાં પ્રવેશના સ્થાને ડોનબાસ છોડવાની શરત, શું યુક્રેન માનશે અમેરિકાનો આ મોટો પ્રસ્તાવ?
