ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત સામે ઘૂંટણિયે પડેલો પાકિસ્તાન હવે પોતાના સિંધ પ્રાંતના દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં ગુપ્ત રીતે પરમાણુ ટનલ અને ભૂગર્ભ ચેમ્બરોનું નિર્માણ કરી રહ્યો છે. આ ખુલાસો બુધવારે જેય સિંઘ મુત્તાહિદા મહાજ એટલે કે (JSMM)ના અધ્યક્ષ શાફી બુરફત દ્વારા લખાયેલા એક પત્રમાં થયો છે, જે બાદ પાકિસ્તાનની નાપાક હરકતોનો પર્દાફાશ થયો છે. આ પત્ર પર સિંધુ દેશ આંદોલનકારીઓ અને સિંધિ સિવિલ સોસાયટી જૂથોના પ્રતિનિધિઓએ હસ્તાક્ષર કર્યા છે. સિંધિ કાર્યકર્તાઓએ સંયુક્ત રાષ્ટ્ર (યુએન) અને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA)ને તરત જ આ મામલાની તપાસની માગ પણ કરી છે.


પત્રમાં અનેક ચોંકાવનારા ખુલાસા

બુધવારે સામે આવેલા આ પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે સિંધ પ્રાંતમાં બનાવાઈ રહેલી આ ટનલ્સ પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમ સાથે જોડાયેલી છે, જેણે યુરેનિયમ સંવર્ધન, પરમાણુ સામગ્રી સંગ્રહ કે અન્ય સંવેદનશીલ પ્રક્રિયાઓ માટે ઉપયોગ થઈ શકે છે. વિશિષ્ટ સ્થળોનો ઉલ્લેખ કરતાં પત્રમાં જામશોરોના ઉત્તર ભાગમાં નોરિયાબાદ નજીક, કમ્બર-શાહદાદકોટ વિસ્તારની આસપાસ અને માંઝર તળાવના પશ્ચિમ ભાગમાં બાંધકામ ચાલી રહ્યું હોવાનું લખાયું છે. આ વિસ્તારોમાં સૈન્ય ગોપનીયતા હોવાથી પ્રવેશ પ્રતિબંધિત છે અને ઝડપથી ભૂગર્ભ બાંધકામ ચાલી રહ્યું છે. બુરફતે સ્થાનિક સાક્ષીઓના નિવેદન, તારીખ વાળા ફોટા, નકશા અને સમુદાયની રિપોર્ટો પુરાવા તરીકે રજૂ કર્યા છે.

પરમાણુ સામગ્રી હાજર હોવાનો દાવો

બુરફતે ચેતવણી આપી છે કે જો આ અસુરક્ષિત ભૂગર્ભ સુવિધાઓમાં પરમાણુ સામગ્રી હાજર હશે, તો રેડિયોએક્ટિવ પ્રદૂષણ, અકસ્માતો, પર્યાવરણીય નુકસાન અને આંતરરાષ્ટ્રીય પરમાણુ સુરક્ષા ધોરણોનું ઉલ્લંઘન થઈ શકે છે. સિંધની નદીઓ, કૃષિ જમીન, જૈવિક વૈવિધ્યતા અને સ્થાનિક આરોગ્ય પર તેનો ખરાબ પ્રભાવ પડી શકે છે, જે સરહદ પાર પર્યાવરણીય જોખમ પણ ઊભું કરી શકે છે. આ આરોપ પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમની ઊંડાઈને ઉજાગર કરે છે, જે પહેલેથી જ વૈશ્વિક દેખરેખ હેઠળ છે. 2025માં પાકિસ્તાન પાસે અંદાજે 170 પરમાણુ હથિયાર છે, જે 200 સુધી વધવાની શક્યતા છે.

સિંધુ દેશે તપાસની માંગ કરી

સિંધની સ્વતંત્રતાની માંગ કરનાર સિંધુ દેશ આંદોલનs પાકિસ્તાનની આ પ્રવૃત્તિને પ્રાદેશિક શાંતિ માટે ખતરો ગણાવ્યો છે. પત્રમાં યુએન સચિવ એન્ટોનિયો ગુટેરેસ, IAEA, યુએન માનવ અધિકાર હાઇ કમિશનર (OHCHR) અને નિસ્ત્રીકરણ કાર્યાલય (UNODA)ને અપીલ કરવામાં આવી છે કે IAEAના નિષ્ણાતોની ટીમ મોકલીને તપાસ કરવી જોઈએ.

પાકિસ્તાનને ભારતના હુમલાનો ડર

પાકિસ્તાનની આ તૈયારી ત્યારે સામે આવી છે જ્યારે તેને ફરીથી ભારતના હુમલાનો ડર સતાવી રહ્યો છે. સિંધિ કાર્યકર્તાઓનું કહેવું છે કે આ પ્રવૃત્તિ સ્થાનિક સમુદાયોના અધિકારોનું હનન છે. વૈશ્વિક સમુદાય હવે રાહ જોઈ રહ્યો છે કે IAEA જેવી સંસ્થાઓ હસ્તક્ષેપ કરે છે કે નહીં. નહીંતર આ દક્ષિણ એશિયામાં નવી અસ્થિરતાનું કારણ બની શકે છે. પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવી એ જ એકમાત્ર રસ્તો છે.


  • Follow us on: