24 કલાકથી પણ ઓછા સમયમાં, બલૂચિસ્તાનના મસ્તુંગમાં એક મોટો વિસ્ફોટ થયો હતો.

પગપેસારો કરવાનો પ્રયાસ

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ચીનની મુલાકાત લીધી હતી. જ્યાં શી જિનપિંગે પાકિસ્તાનની લાગણીઓને પ્રતિબિંબિત કરતા ફરી એકવાર કાશ્મીર અને પીઓકેનો મુદ્દો ઉઠાવ્યો હતો. બંને દેશો સંયુક્ત રીતે CPEC પ્રોજેક્ટની આડમાં ભારતના સરહદી અને વિવાદિત વિસ્તારોમાં પોતાનો પગપેસારો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચીન અને પાકિસ્તાનના આ સંયુક્ત નિવેદનના 24 કલાકથી પણ ઓછા સમયમાં, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં એક મોટી ઘટના બની હતી.

IED બોમ્બ વિસ્ફોટ

બલૂચ લડવૈયાઓ ઘણા સમયથી પાકિસ્તાની સેનાના અત્યાચારો સામે પોતાની સ્વતંત્રતા માટે લડી રહ્યા છે. તાજેતરની ઘટના માસ્તુંગમાં બની, જ્યાંથી પાકિસ્તાની સેનાનો મોટો કાફલો પસાર થઈ રહ્યો હતો. કાળજીપૂર્વક આયોજન કરીને, બલૂચ બળવાખોરોએ કાફલા પર એટલી તાકાતથી હુમલો કર્યો કે, સૈનિકોને સ્વસ્થ થવાનો સમય જ ન મળ્યો. આ હુમલામાં, પાકિસ્તાની સેનાના ટ્રકને સીધો IED વિસ્ફોટ થયો, જેના કારણે સ્થળ પર જ મૃતદેહોનો ઢગલો પડી ગયો. ફિલ્ડ માર્શલ અસીમ મુનીરની સેના માટે આ વર્ષનો સૌથી મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.

કાશ્મીર અને PoKનો મુદ્દો

આ સમગ્ર ઘટનાનો સમય આશ્ચર્યજનક છે. ગઈકાલે જ, બેઇજિંગ તરફથી એક સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં ચીને પાકિસ્તાનને ખુશ કરવા માટે કાશ્મીર અને PoKનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભારતે આનો સખત વિરોધ કર્યો હતો. પરંતુ જ્યારે ડ્રેગન અને પાકિસ્તાન હજુ પણ આ રાજદ્વારી પગલાની ઉજવણી કરી રહ્યા હતા. ત્યારે આજે બલૂચિસ્તાન ભડકી ઉઠ્યું. બલૂચ લડવૈયાઓએ મુનીરની સેનાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ચીન ગમે તેટલા નિવેદનો આપે, પાકિસ્તાની સેનાની સરમુખત્યારશાહી અને બલૂચિસ્તાનની ધરતી પર ચીનના પ્રોજેક્ટ્સને હવે સહન કરવામાં આવશે નહીં.

આ પણ વાંચોઃ જંગલોની આગ પર કાબૂ મેળવવો આટલો મુશ્કેલ કેમ?, જાણો