ઇત્તેહાદ-ઉલ-મુજાહિદ્દીન પાકિસ્તાનના ખૈબરમાં હુમલો કરીને પહેલા 15 અને બાદમાં 9 લોકોને મોતને ઘાટ ઉતર્યા હતા.
હુમલા માટે જવાબદાર
આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન છેલ્લા ત્રણ મહિનાથી એક કરારને કારણે નિષ્ક્રિય છે. ત્યારબાદ ઇત્તેહાદ-ઉલ-મુજાહિદ્દીન પાકિસ્તાનના ખૈબરમાં સક્રિય થયું છે. આ સંગઠને બન્નુમાં 15 સૈનિકોની હત્યા કરી હતી. હવે તેને લક્કી મારવતમાં થયેલા હુમલા માટે જવાબદાર માનવામાં આવી રહ્યું છે. જેમાં નવ પાકિસ્તાનીઓ માર્યા ગયા છે. બંને હુમલા એવા સમયે થયા છે જ્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અમલમાં છે અને તહરીક-એ-તાલિબાન મૌન છે.
જૂનું ઇત્તિહાદ મુજાહિદ્દીન સક્રિય
ઇત્તિહાદ-ઉલ-મુજાહિદ્દીને ખૈબરમાં થયેલા નવા હુમલાઓની જવાબદારી સ્વીકારી છે. આ આતંકવાદી સંગઠનની સ્થાપના 2025માં કરવામાં આવી હતી. ત્રણ આતંકવાદી સંગઠનોએ સંયુક્ત રીતે તેની રચના કરી હતી. આ ત્રણ સંગઠનો ઇસ્લામિક રિવોલ્યુશન, લશ્કર-એ-ઇસ્લામ અને હાફિઝ ગુલ બહાદુર છે. એક સમયે, પાકિસ્તાની સરકારે હાફિઝ ગુલ સંગઠનને ગુડ તાલિબાનનું બિરુદ આપ્યું હતું.
સંગઠનનું કાબુલ સાથે જોડાણ ?
પાકિસ્તાની સરકારે એક પછી એક આતંકવાદી હુમલાઓ બાદ અફઘાન રાજદૂતને બોલાવ્યા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે આ આતંકવાદી સંગઠનના કાબુલ સાથે જોડાણ છે. પાકિસ્તાનના મતે, અફઘાનિસ્તાનમાં આતંકવાદી હુમલાઓની તૈયારીઓ ચાલી રહી છે. હાફિઝ ગુલ બહાદુર જૂથ એક સમયે તહરીક-એ-તાલિબાનથી અલગ થઈ ગયું હતું. હાલમાં, આ જૂથના TTP સાથે સંકળાયેલા વ્યક્તિઓ સાથે જોડાણ હોવાનું માનવામાં આવે છે. વધુમાં, આ સંગઠનમાં ઘણા TTP આતંકવાદીઓ સક્રિય હોવાના અહેવાલ છે.
આ પણ વાંચોઃ જો પરમાણુ કરાર ન થાય તો અમેરિકા ફરીથી કરી શકે છે ઈરાન પર હુમલોઃ તેહરાન
