પીએમ શહબાઝ શરીફે કહ્યુ હતુ કે, વિદેશી મુદ્રા ભંડાર મજબૂત થશે. અને તેલ તથા ગેસનો આયાતનો ખર્ચ ઓછો થશે.

શહબાઝ શરીફે શું આપી પ્રતિક્રિયા ?

પાકિસ્તાને ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં કાચા તેલ અને પ્રાકૃતિક ગેસના નવા ભંડાર મળવાના દાવા કરવામાં આવ્યા છે. પીએમ શહબાઝ શરીફે તેને મોટી ઉપલબ્ધી ગણાવી છે. અને સાથે જ કહ્યુ છે કે, વિદેશી મુદ્રા ભંડાર મજબૂત થશે. અને તેલ તથા ગેસનો આયાતનો ખર્ચ ઓછો થશે. ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં રોજ 4100 બૈરલ કાચું તેલ અને 10.5 મિલિયન ક્યૂબિક ફીટ ગેસ નિકળવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

આયાત પર નિર્ભતા થશે ઓછી

પાકિસ્તાન સરકારે કહ્યુ છે કે, આ શોધ દ્વારા દેશમાં ઉર્જા ક્ષેત્રે પડતી અછત પૂર્ણ કરવામાં આવશે. આયાતનો ખર્ચ પણ ઓછો થશે. પીએમ શહબાઝ શરીફે પેટ્રોલિયમ અને ગેસ સેક્ટરની ઉચ્ચાધિકારીની બઠેકમાં કહ્યુ હતુ કે, સ્થાનિક સ્તરે તેલ અને ગેસની શોધથી વિદેશી મુદ્રાના ભંડારને મજબૂતી મળશે. પાકિસ્તાનની ઓઇલ એન્ડ ગેસ ડેવલપમેન્ટ કંપની લિમિટેડ OGDCLએ નશ્પા બ્લોકમાં તેલ અને ગેસના ભંડાર મળવા મામલે સ્પષ્ટતા કરી છે.

નવા વર્ષમાં નવા લક્ષ્ય

બેઠક દરમિયાન અધિકારીઓએ કહ્યુ હતુ કે, આ વર્ષે ગ્રાહકોને પૂરતા પ્રમાણમાં ગેસનો જથ્થો મળ્યો છે. હવે સરકારનું લક્ષ્ય જૂન 2026 સુધી 3.5 લાખ નવા ગેસ કનેક્શન આપવાનો છે. પાકિસ્તાન આ શોઘને ઉર્જા ક્ષેત્રમાં મોટી ઉપલબ્ધીના રૂપમાં રજૂ કરી રહ્યુ છે. પાકિસ્તાન આ અગાઉ બલૂચિસ્તાનમાં તેલ અને ગેસના ભંડાર મળવા અંગે દાવો કરતુ હતુ. બલૂચિસ્તાનના લોકોએ દાવો કર્યો છે કે, તેમના અહીંથી મળેલા તેલ અને ગેસનો ઉપયોગ તો થઇ રહ્યો છે. પરંતુ તેમના વિકાસ પર ખર્ચ કરાઇ રહ્યુ નથી. 

આ પણ વાંચોઃ Zohran Mamdani Umar Khalid News: ભારતીય મૂળના પ્રથમ મુસ્લિમ મેયર ઝોહરાન મમદાનીએ ઉમર ખાલિદને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં થયો વાયરલ