અમેરિકા તરફથી પાકિસ્તાનને મિસાઈલો મળશે તેવી ચર્ચાઓ ખોટી સાબિત થઈ છે. પાકિસ્તાની મીડિયા એ આ સમાચાર ખૂબ જ ચલાવ્યા હતા, પરંતુ હવે અમેરિકાના દૂતાવાસે સ્પષ્ટતા કરીને કહ્યું છે કે પાકિસ્તાનને કોઈ નવી મિસાઈલ આપવાની કોઈ ડીલ થઈ નથી.


પાકનો દાવ ઉંધો પડ્યો

પાકિસ્તાનનો દાવ તેમના માથે જ ઉંધો પડ્યો છે. તાજેતરમાં પાકિસ્તાનને AIM-120 એમેરિકન મિસાઈલો મળવાની ચર્ચા ચાલી રહી હતી, જેને અમેરિકી દૂતાવાસે ખંડન કર્યું છે. ભારતમાં આવેલા અમેરિકી દૂતાવાસે કહ્યું છે કે પાકિસ્તાનને કોઈ નવી મિસાઈલ આપવાનો કોઈ સોદો થયો નથી.

પાકિસ્તાનને નહીં મળે કોઇ હથિયાર

યુનાઇટેડ સ્ટેટ્સે શુક્રવારે એ તમામ અહેવાલોને ખંડન કર્યા છે જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાનને તાજેતરમાં સુધારેલ કરાર હેઠળ નવી એડવાન્સ્ડ મિડ-રેન્જ એર-ટુ-એર મિસાઈલો (AMRAAM) આપવામાં આવશે. સ્પષ્ટતા કરતાં દૂતાવાસે કહ્યું કે આ સુધારો માત્ર જાળવણી અને સ્પેર પાર્ટ્સના સમર્થન સુધી સીમિત છે અને તેમાં કોઈ નવા હથિયારની ડિલિવરીનો સમાવેશ થતો નથી. સપ્ટેમ્બર મહિનામાં પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને આર્મી ચીફ જનરલ અસીમ મુનિરની અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સાથે થયેલી મુલાકાત બાદ આ પ્રકારના નવા સપ્લાય કરારની વાતો સામે આવી હતી.

શું છે મામલો?

આપને જણાવી દઇએ તો 30 સપ્ટેમ્બરે અમેરિકા દ્વારા પાકિસ્તાન સહિત અનેક દેશો માટે જાળવણી અને સ્પેર પાર્ટ્સ માટેના હાલના વિદેશી સૈન્ય વેચાણ કરારમાં સુધારો કરવામાં આવ્યો હતો. અધિકૃત પ્રેસ જાહેરાત મુજબ, એરિઝોના ખાતે તુસોનમાં આવેલી રેથિયોન કંપનીને હાલના AMRAAM ઉત્પાદન કરારમાં 41 મિલિયન ડોલરનો સુધારો મળ્યો છે, જેના કારણે કુલ મૂલ્ય હવે 2.5 અબજ ડોલરથી વધુ થયું છે.

  • Follow us on: