અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ ગુરૂવારે રાત્રે ધડાકાના ગુંજથી હલી ગઇ. સ્થાનીય રિપોર્ટ અનુસાર, પાકિસ્તાની લડાકૂ વિમાનોએ કાબુલમાં તાલિબાન-સમર્થિત પાકિસ્તાનીઓના કેમ્પોને નિશાન બનાવીને એર સ્ટ્રાઇક કરી. આ હુમલો ત્યારે થયો જ્યારે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તકી ભારતના પહેલા ઉચ્ચ સ્તરીય મુલાકાત પર છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે પાકિસ્તાન નવી દિલ્હી અને અફઘાનિસ્તાન વચ્ચે વધતી જતી રાજદ્વારી નિકટતાથી ચિંતિત છે.
પાકિસ્તાની હવાઈ હુમલાનો ઉદ્દેશ્ય
સ્થાનિક રિપોર્ટ મુજબ, શાહિદ અબ્દુલ હક ચોક પાસે થયેલા હવાઈ હુમલાનો ઉદ્દેશ્ય TTPના પ્રમુખ નૂર વલી મહસૂદને નિશાન બનાવવાનો હતો, જેમણે 2018માં સંસ્થાનું નેતૃત્વ સંભાળ્યું હતું. જોકે, મહસૂદે એક ઓડિયો વાયરલ કરી જણાવ્યું કે તેઓ સુરક્ષિત છે અને તેમના મૃત્યુ કે ગાયબ થવાની અફવાઓ ખોટી છે.
આ પહેલા પણ અનેક વખત કરાયા છે હુમલા
મહસૂદે 9/11ના હુમલાઓ બાદ પાકિસ્તાનના અમેરિકા સાથે થયેલા ગઠબંધનને વિશ્વાસઘાત ગણાવ્યો હતો અને તેઓ હજુ પણ ઇસ્લામાબાદ માટે તકલીફરૂપ બન્યા છે. TTPએ છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાનમાં સૈન્યકર્મીઓ પર ઘણીવાર હુમલાઓ કર્યા છે. 8 ઑક્ટોબરના હુમલામાં અફગાન સરહદ નજીક 11 પાકિસ્તાની સૈનિકો, જેમાં બે વરિષ્ઠ અધિકારીઓ પણ હતા, ભૂતપૂર્વ અમેરિકી રાજદૂત ઝલ્મે ખલિલઝાદે આ હવાઈ હુમલાને મોટી કાર્યવાહી ગણાવી અને તેને ખતરનાક જણાવતાં પાકિસ્તાન-તાલિબાન વચ્ચે વાતચીતની અપીલ કરી હતી.
હૂમલો પાકિસ્તાની ચેતવણી બાદ થયો
આ હવાઈ હુમલો પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફની ચેતવણીના 24 કલાક બાદ થયો હતો. આસિફે નેશનલ અસેમ્બલીમાં ખુલ્લેઆમ જણાવ્યું હતું કે પાકિસ્તાનની ધીરજ હવે ખૂટી ગઇ છે, કારણ કે તેની ધરતીને નિશાન બનાવનાર આતંકીઓ સતત અફઘાન વિસ્તારમાંથી કાર્યરત છે.
તાલિબાન વિદેશ મંત્રીએ ભારતની મુલાકાત લીધી
પાકિસ્તાને કાબુલમાં હુમલાનો સમય ખાસ કરીને તાલિબાન અને ભારતને સંદેશ આપવા માટે પસંદ કર્યો. તાલિબાનના વિદેશ મંત્રી મુત્તકી ભારતમાં 7 દિવસની મુલાકાતે છે, જેમાં તેઓ વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરી. આ બેઠક તાલિબાનના ઓગસ્ટ 2021માં અફગાનિસ્તાન પર કબજો જમાવ્યા પછી ભારત અને કાબુલ વચ્ચેની સૌથી ઊંચી કક્ષાની રાજકીય વાતચીત હશે.