માર્યા ગયેલા પોલીસકર્મીઓના મૃતદેહને ઝિયારત સ્થિત જિલ્લા મુખ્યાલય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
આંતકી હુમલામાં પોલીસકર્મીના મોત
પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં આતંકવાદી ઘટના બની છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે બલુચિસ્તાનના ઝિયારત જિલ્લામાં પોલીસ ચોકી પર થયેલા આતંકવાદી હુમલામાં બે વરિષ્ઠ અધિકારીઓ સહિત ઓછામાં ઓછા 9 પોલીસકર્મીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા પોલીસકર્મીઓના મૃતદેહને ઝિયારતમાં જિલ્લા મુખ્યાલયની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઝિયારતના ડેપ્યુટી કમિશનર અબ્દુલ કુદુસ અચકઝાઈએ હુમલાની પુષ્ટિ કરતા કહ્યું હતું કે, તે એક આતંકવાદી ઘટના હતી. વિસ્તારમાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.
ઘટના સ્થળે કાર્યવાહી શરુ
પોલીસે જણાવ્યું હતું કે સોમવાર રાતથી હુમલાખોરો અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર ચાલુ હતો, અને સુરક્ષા દળો વિસ્તારમાં કાર્યવાહી કરી રહ્યા છે. અધિકારીઓએ હુમલા માટે જવાબદાર લોકોની ઓળખ કરવા માટે તપાસ શરૂ કરી છે. જ્યારે વિસ્તારને સુરક્ષિત કરવા અને વધુ હિંસા અટકાવવા માટે સુરક્ષા કામગીરી ચાલુ છે. ડેપ્યુટી કમિશનર ઓફિસે આતંકવાદી હુમલાની નિંદા કરી હતી અને જણાવ્યું હતું કે, ગુનેગારોને ન્યાય અપાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે, હજુ સુધી કોઈ જૂથે હુમલાની જવાબદારી સ્વીકારી નથી.
જૂનમાં આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો થયો: PICSS
ગયા મહિનાની શરૂઆતમાં, અજાણ્યા સશસ્ત્ર વ્યક્તિઓએ કિલા અબ્દુલ્લા, પિશિન અને ડુકી જિલ્લામાં પોલીસ ચોકીઓ પર હુમલો કર્યો હતો, જેમાં એક પોલીસકર્મીનું મોત થયું હતું અને બે અન્ય ઘાયલ થયા હતા. તેવી જ રીતે, એપ્રિલમાં, પિશિન જિલ્લાના હુરમાઝાઈ વિસ્તારમાં એક ચોકી પર આતંકવાદી હુમલામાં એક પોલીસ હેડ કોન્સ્ટેબલનું મોત થયું હતું. જો કે, પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ફોર કોન્ફ્લિક્ટ એન્ડ સિક્યુરિટી સ્ટડીઝના ડેટા દર્શાવે છે કે ઘણા મોટા હુમલાઓ છતાં, પાકિસ્તાનમાં સરકાર વિરોધી હિંસા અને સંબંધિત સુરક્ષા ઘટનાઓમાં જૂનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. જૂન મહિના માટે પ્રાંતવાર માહિતી આપતાં, PICSS એ શોધી કાઢ્યું કે બલુચિસ્તાનમાં આતંકવાદી ઘટનાઓમાં "નોંધપાત્ર ઘટાડો" જોવા મળ્યો છે. જૂન મહિનામાં બલુચિસ્તાન પ્રાંતમાં કુલ 49 હુમલા થયા હતા, જે મે મહિનામાં 71 હતા, જે 31% ઘટાડો દર્શાવે છે.
આ પણ વાંચોઃ વાહિદીથી લઇને અહમદીનેજાદ સુધીના નેતાઓ ખામેનીની અંતિમવિધીમાં જીવિત જોવા મળ્યા
