પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાને વધુ એક મોટો ફટકો પડ્યો છે, જેમાં સંગઠનના વરિષ્ઠ નેતા અને હાફિઝ સઈદના નજીકના સહયોગી શેખ મોઇઝ મુજાહિદની કાસુર શહેરમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે.


બાઇક પર સવાર હુમલાખોરોએ તેની ઉપર અંધાધૂંધ ગોળીબાર કર્યો

અહેવાલો અનુસાર, શેખ મોઇઝ મુજાહિદ તેના ઘરની બહાર ઉભો હતો ત્યારે બાઇક પર સવાર હુમલાખોરોએ તેની ઉપર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ મુજાહિદને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો

 આતંકીઓમાં ફફડાટ ફેલાઇ ગયો

મુજાહિદને લશ્કર-એ-તૈયબાનો મુખ્ય કમાન્ડર અને હાફિઝ સઈદનો વિશ્વાસુ સહયોગી માનવામાં આવતો હતો. તેને ઠાર કરવામાં આવતા આતંકીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

પોલીસ પણ હુમલાખોરોને ઓળખવામાં નિષ્ફળ

સૂત્રોના જણાવ્યા અનુસાર, તાજેતરના મહિનાઓમાં પાકિસ્તાનમાં સમાન રહસ્યમય પરિસ્થિતિઓમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે. ગુપ્તચર એજન્સી ISI એ હજુ સુધી આ હત્યા અંગે કોઈ ટિપ્પણી કરી નથી. દરમિયાન, સ્થાનિક પોલીસ પણ હુમલાખોરોને ઓળખવામાં નિષ્ફળ રહી છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં અડધા ડઝનથી વધુ મોસ્ટ-વોન્ટેડ આતંકવાદીઓ માર્યા ગયા

વિશ્લેષકો કહે છે કે પાકિસ્તાનમાં આતંકવાદીઓ પર આ સતત હુમલાઓ એક "મૌન યુદ્ધ" તરફ ઈશારો કરે છે જેમાં ઘણા અગ્રણી વ્યક્તિઓને એક પછી એક ખતમ કરવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અડધા ડઝનથી વધુ મોસ્ટ-વોન્ટેડ આતંકવાદીઓ માર્યા ગયા છે, પરંતુ કોઈપણ કેસમાં એક પણ હુમલાખોરની ધરપકડ કરવામાં આવી નથી. આનાથી દેશમાં આતંકવાદીઓમાં ભય અને અસુરક્ષાનું વાતાવરણ સર્જાયું છે.

  • Follow us on: