2019માં ભારતના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને પકડવાનો દાવો કરનાર પાકિસ્તાની સેનાના મેજર મોઇઝ અબ્બાસ શાહ અને લાંસ નાયક જિબ્રાન પણ ઠાર મરાયા છે. પાકિસ્તાનના દક્ષિણ વજીસ્તિાન વિસ્તારમાં તહરીક એ તાલિબાન સાથે અથડામણમાં મોઇન અબ્બાસ શાહ ઠાર મરાયા છે.

ગોળી વાગતા મોત 
પાકિસ્તાની સેનાના જણાવ્યા મુજબ મેજર મોઇઝ અબ્બાસની આગેવાનીમાં પાકિસ્તાની સેના દક્ષિણ વજીરિસ્તાનમાં સરગોધા વિસ્તારમાં તહેરીક એ તાલિબાન પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન ચલાવી રહ્યા હતા. જેની આગેવાની સ્પેશિયલ ગ્રુપના અધિકારી મેજર મોઇઝ અબ્બાસ શાહ કરી રહ્યા હતા. આ દરમિયાન ગોળી વાગતા મોઇઝ અબ્બાસ શાહ અને પાકિસ્તાની સેનાના લાંસ નાયક જિબ્રાનુલ્લાહનું મોત થયુ છે.

11 આતંકીઓ ઠાર
મહત્વનું છે કે મેજર મોઇઝ અબ્બાસ શાહ એજ ઓફિસર હતા જેમણે 2019માં બાલાકોટ એરસ્ટ્રાઇક દરમિયાન ભારતના એરફોર્સના અધિકારી વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને પકડ્યા હતા. પાકિસ્તાની સેના અનુસાર તહેરીક એ તાલિબાન પાકિસ્તાનના હુમલામાં મોઇઝ અબ્બાસ શાહ અને પાકિસ્તાની સેનાના લાંસ નાયક જિબ્રાનુલ્લાહ માર્યા ગયા. પાકિસ્તાન સેનાનો દાવો છે કે તેમણે ટીટીપીના 11 આતંકીઓને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા જ્યારે 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

કોણ હતા મેજર મોઇઝ અબ્બાસ શાહ ?
પાકિસ્તાની સેનાના જણાવ્યા અનુસાર, તેમના સ્પેશિયલ સર્વિસ ગ્રુપ (SSG) માં મેજરના પદ પર તૈનાત મોઇઝ અબ્બાસ શાહ પાકિસ્તાનના ચકવાલ જિલ્લાના રહેવાસી હતા અને તેમની ઉંમર 37 વર્ષ હતી. જો કે પાકિસ્તાને જે આતંકવાદીઓને આશ્રય આપ્યો, તાલીમ આપી અને ભારત અને પાકિસ્તાની શિયા સમુદાય સામે લડવા માટે તૈયાર કર્યા, તેઓ થોડા સમય પછી પાકિસ્તાન માટે માથાનો દુખાવો બન્યા તેનું શ્રેષ્ઠ ઉદાહરણ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન છે.
  • Follow us on: