આ ટ્રેન અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. ઘાયલોને સારવાર માટે નજીકના હોસ્પિટલ ખસેડાયા છે. 

ટ્રેન અકસ્માત બાદ હાહાકાર 

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે, જેમાં પાંચ લોકોના મોત થયા છે. ટ્રેન પાટા પરથી ઉતરી ગયા બાદ રહેમાન બાબા એક્સપ્રેસમાં સવાર લોકોના જીવ જોખમમાં મુકાયા છે. બચાવ કામગીરીમાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 30 અન્ય ઘાયલ થયા છે. ઘટના સવારે 5:15 વાગ્યે બની હતી. રહેમાન બાબા એક્સપ્રેસ પંજાબના શેરશાહ વિસ્તારમાં પાટા પરથી ઉતરી હતી. આ ટ્રેન પાકિસ્તાનના દક્ષિણ બંદર શહેર કરાચી અને ઉત્તર-પશ્ચિમ શહેર પેશાવર વચ્ચે દોડે છે.

બચાવકાર્ય પુરજોશમાં શરુ 

અકસ્માતની જાણ થતાં જ બચાવ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બચાવ કાર્યકરોએ ટ્રેનના 14 કોચમાંથી મુસાફરોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. ઘાયલોને સારવાર માટે મુલતાનની નિશ્તાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ઘટનાસ્થળે બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને વડા પ્રધાન શાહબાઝ શરીફે અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું હતું. બંને નેતાઓએ સંબંધિત અધિકારીઓને ઘાયલોને શ્રેષ્ઠ શક્ય તબીબી સંભાળ પૂરી પાડવા નિર્દેશ આપ્યો હતો. 

આ પણ વાંચોઃ ન્યૂ યોર્ક એરપોર્ટ પર મોહમ્મદ યુનુસનો ભારે વિરોધ, પ્રવાસીઓએ પૂછ્યું, 'તમે અહીં કેમ આવ્યા?'